Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Akshay Kumar created a commotion by becoming a 'beast'

VIDEO: Haiwaan Trailer: 'હૈવાન' બનીને અક્ષય કુમારે મચાવ્યો તાંડવ: સૈફ અલી ખાન સાથે થશે જોરદાર ટક્કર

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'હૈવાન' (Haiwaan) આખરે સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે તૈયાર છે. ફિલ્મનું ટીઝર પહેલાથી જ દર્શકો વચ્ચે આવી ચૂક્યું છે અને હવે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. હવે કેવું છે આ ટ્રેલર અહીં જુઓ...

App Store

ચોંકાવનારું છે 'હૈવાન'નું ટ્રેલર

ફિલ્મ 'હૈવાન' (Haiwaan Trailer)ના ટીઝર બાદ હવે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન (Saif Ali Khan) બંને નજરે પડે છે, પરંતુ આ વખતે શાનદાર સરપ્રાઇઝ આપી રહ્યા છે ખિલાડી અક્ષય કુમાર. અક્ષય કુમારની જબરદસ્ત એન્ટ્રી ખરેખરઅદ્દભૂત છે.

ટ્રેલરમાં અક્ષય એક હૈવાની અવતારમાં છે, જેનો મુકાબલો ફિલ્મના હીરો સૈફ અલી ખાન સાથે છે. ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે એક શહેરમાં ચારેય બાજુ ફક્ત ડરનો માહોલ છે.

એક શખ્સ સતત લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યો છે. ન જાણે કેટલાય બાળકો આમાં માર્યા જઈ રહ્યા છે. ટ્રેલરમાં અક્ષયનો આ હૈવાની અવતાર ન જાણે કેટલાય લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યો છે. તો બીજી તરફ ટ્રેલરમાં દિવ્યાંગ પોલીસ ઓફિસરના રોલમાં સૈફ અલી ખાન જોવા મળી રહ્યો છે, જેનો મુકાબલો અક્ષય કુમાર સાથે છે.

ખલનાયકની ભૂમિકામાં અક્ષય

અક્ષય કુમારે (Akshay Kumar) આમ તો પોતાની કરિયરમાં ઘણી વાર નેગેટિવ રોલ કર્યા છે, પરંતુ એક વાર ફરી અક્ષયનો આ ખલનાયક અવતાર દર્શકોને ચોંકાવી રહ્યો છે. અક્ષય કુમાર અત્યાર સુધીના પોતાના સૌથી ડાર્ક રોલમાં જોવા મળી રહ્યા છે, જ્યાં તેનો સામનો સૈફ અલી ખાન સાથે થાય છે.

આ રોમાંચક વાર્તામાં બોમન ઈરાની જજ અને સૈયામી ખેર (Saiyami Kher) પોલીસ ઓફિસરની ભૂમિકામાં નજરે પડી રહ્યો છે. તો વળી, શ્રિયા પિલગાંવકર (Shriya Pilgaonkar) અને શારિબ હાશ્મી (Sharib Hashmi) પણ મહત્વના રોલમાં જોવા મળશે. ટ્રેલર દર્શકોના મનમાં માત્ર એક સવાલ છોડી જાય છે કે જ્યારે આખરે બંને આમને-સામને થશે, ત્યારે જીત કોની થશે?

2 મિનિટ 34 સેકન્ડના ટ્રેલરમાં વધુ કંઈ બતાવવામાં આવ્યું નથી, પરંતુ હા એટલું ચોક્કસ છે કે આ સસ્પેન્સ થ્રિલરમાં ઘણું બધું થવાનું છે. આ ફિલ્મને પ્રિયદર્શન (Priyadarshan) દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને આ ફિલ્મ દ્વારા અક્ષય-સૈફની જોડી વર્ષો પછી પાછી ફરી રહી છે. ફિલ્મ 11 સપ્ટેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.