VIDEO : ઉજ્જૈનમાં અભિનેત્રી મોનાલિસા અને વિક્રાંત સિંહે કર્યા બાબા મહાકાલના દર્શન
સોર્સ : gstv
મધ્યપ્રદેશના ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન આજે ફિલ્મી જગતની હાજરી જોવા મળી હતી. જાણીતા ભોજપુરી અભિનેતા વિક્રાંત સિંહ રાજપૂત અને તેમની પત્ની તથા પ્રખ્યાત અભિનેત્રી મોનાલિસાએ મહાકાલના દરબારમાં શીશ ઝુકાવ્યું હતું. આ સેલિબ્રિટી કપલે વહેલી સવારે યોજાતી ભગવાન મહાકાલેશ્વરની દિવ્ય અને અલૌકિક ભસ્મ આરતીમાં ખાસ હાજરી આપી હતી. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને બંને કલાકારોએ નંદી હોલમાં બેસીને ભોળાનાથની આરાધના કરી હતી અને આરતીનો દિવ્ય લાભ લીધો હતો. ભસ્મ આરતી બાદ તેમણે ગર્ભગૃહની બહારથી જ ભગવાન મહાકાલના વિશેષ આશીર્વાદ મેળવ્યા હતા.

