મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

એક્શન ફિલ્મ મારું કામ નહિ: જાણો  Karan Johar આમ શા માટે કહ્યું

Karan Joharએ પોતાની Romantic અને ફેમિલીને લગતી ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત ડાયરેક્ટર છે. તેણે

એક્શન ફિલ્મ મારું કામ નહિ: જાણો  Karan Johar આમ શા માટે કહ્યું

Karan Joharએ પોતાની Romantic અને ફેમિલીને લગતી ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત ડાયરેક્ટર છે. તેણે "kabhi khushi kabhie gham"થી લઈ "Student of The Year" જેવી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે. અને જેમાં તેમને મોટાભાગે સફળતા જ મળી છે. પરંતુ હાલ બોલીવૂડમાં એક્શન ફિલ્મનો ક્રેઝ ચાલી રહ્યો છે. 

Karan Joharએ કરી એક્શન ફિલ્મની જાહેરાત

એક્શન ફિલ્મના ક્રેઝને ધ્યાનમાં રાખી Karan Joharએ પણ એક્શન ફિલ્મનું દિગ્દર્શન કરવાનું વિચાર્યું. Karan Joharએ પોતે એક બિગ બજેટ એક્શન ફિલ્મનું દિગ્દર્શન જાતે કરશે તેવી જાહેરાત કરી હતી. જોકે, હવે કરણ જોહરને ખ્યાલ આવી ગયો છે કે એક્શન ફિલ્મ હેન્ડલ કરવી તેને બહુ ફાવે તેમ નથી. આથી, તેણે આ ફિલ્મ 'Lag Jaa Gale'નું દિગ્દર્શન તેની ટીમના ડાયરેક્ટર રાજ મહેતાને સોંપી દીધું છે.
અગાઉ 'Rocky Aur Rani ki Prem kahani'નું દિગ્દર્શન  હાથ ધર્યા બાદ Karan Joharએ જાતે જાહેરાત કરી હતી કે હવે પોતે એક એક્શન ફિલ્મ પર હાથ અજમાવશે. જોકે, હવે  કરણને ખ્યાલ આવ્યો છે કે પોતે Romantic અને ફેમિલી ડ્રામાનું દિગ્દર્શન કરે તેમાં જ ભલીવાર છે. આથી, તેણે આ એક્શન ફિલ્મનું દિગ્દર્શન કરવાથી પીછેહઠ કરી છે. 

Karan Joharની જગ્યાએ રાજ મહેતા કરશે ડાયરેક્શન

આ ફિલ્મમાં Tiger Shroff અને Janhvi Kapoor ભૂમિકા ભજવે  તેવી સંભાવના છે.  રાજ મહેતા અગાઉ 'Good Newz' અને 'Jug Jug jiyo'નું દિગ્દર્શન  કરી ચૂક્યા છે. રાજ મહેતા પોતે Wamiqa Gabbi  અને Bhuvan Bamની ફિલ્મ ' Kuku Ki Kundli'નું દિગ્દર્શન કરવાના હતા. પરંતુ, હવે તેને બદલે આ ફિલ્મનું  ડાયરેક્શન 'Gunjan Saxena, The Kargil Girl'ના  દિગ્દર્શક શરણ શર્માને સોંપાયું છે. 

આ સમાચાર શેર કરો