બૉલીવુડમાં ફરી શરણાઈના સૂર: 61 વર્ષના આમિર ખાને ગૌરી સ્પ્રેટ સાથે પોતાના ત્રીજા લગ્નની તારીખ કરી જાહેર

બૉલીવુડ જગતમાંથી એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડસ્ટ્રીના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' તરીકે ઓળખાતા સુપરસ્ટાર આમિર ખાન ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આમિર ખાન આગામી 5 જુલાઈએ પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ (Gauri Spratt) સાથે લગ્ન કરીને જીવનની નવી શરૂઆત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અભિનેતાએ લગ્નની આંતરિક તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
ધામધૂમ નહીં, સાદગીથી થશે લગ્ન: આમિર ખાને પોતે જ કર્યો ખુલાસો
આમિર ખાને તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના ત્રીજા લગ્નને લઈને કેટલીક ખાસ વિગતો શેર કરી છે. તેમણે કન્ફર્મ કર્યું છે કે ગૌરી સાથે તેમના લગ્ન કોઈ મોટા રિસેપ્શન કે લક્ઝુરિયસ ફંક્શનની જેમ ધામધૂમથી નહીં થાય, પરંતુ તેઓ ખૂબ જ સાદગીથી પરિવારની હાજરીમાં કરશે.
પોતાના વેડિંગ પ્લાન વિશે વાત કરતા આમિર ખાને જણાવ્યું કે, "અમારા લગ્ન ઘર પર જ થશે અને તે એક સિમ્પલ રજિસ્ટર્ડ મેરેજ (કોર્ટ મેરેજ) હશે. આ પ્રસંગમાં માત્ર અમારા પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રો જ હાજર રહેશે. અમે બંને આ લગ્નને ખૂબ જ સામાન્ય રાખવા માંગીએ છીએ.
લગ્ન માટે કામમાંથી લીધો બ્રેક, ત્યારબાદ '3 ઇડિયટ્સ'ના સિક્વલનું શૂટિંગ
અહેવાલો અનુસાર, લગ્નની તૈયારીઓ માટે આમિર ખાને પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડા સમય માટે બ્રેક લીધો છે. જો કે, લગ્નના ગણતરીના દિવસો બાદ જ તેઓ ફરીથી કામ પર પરત ફરશે અને પોતાની સુપરહિટ ફિલ્મ '3 ઇડિયટ્સ'ના સિક્વલનું શૂટિંગ શરૂ કરશે.
ગૌરી અને આમિર બંનેના આ ત્રીજા લગ્ન હશે
નોંધનીય છે કે આમિર ખાન અત્યારે 61 વર્ષના છે અને ગૌરી સાથે તેમના આ ત્રીજા લગ્ન છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ગયા વર્ષે માર્ચ મહિનામાં પોતાના 60મા જન્મદિવસ પર આમિરે ગૌરી સાથેના પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. ત્યારથી આ કપલ અવારનવાર દરેક ખાસ પ્રસંગે એકસાથે જોવા મળે છે.
આમિર ખાનના અગાઉ રીના દત્તા અને કિરણ રાવ સાથે લગ્ન થયા હતા અને બંને પત્નીઓ સાથે છૂટાછેડા (તલાક) થઈ ચૂક્યા છે. અગાઉના લગ્નથી આમિરને ત્રણ બાળકો છે. બીજી તરફ ગૌરી પણ છૂટાછેડા લીધેલ છે અને તે એક દીકરાની માતા છે. હવે આ બંને કલાકારો પોતાના ભૂતકાળને પાછળ છોડીને હંમેશા માટે એકબીજાના જીવનસાથી બનવા જઈ રહ્યા છે.

