Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 22 years after actress' death in plane crash, complaint filed against this star actor

અભિનેત્રીના પ્લેનક્રેશમાં મૃત્યુના 22 વર્ષ બાદ આ સ્ટાર એક્ટર સામે કરવામાં આવી ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2025
લાઇવ ટીવીGoogle News
અભિનેત્રીના પ્લેનક્રેશમાં મૃત્યુના 22 વર્ષ બાદ આ સ્ટાર એક્ટર સામે કરવામાં આવી ફરિયાદ

વિમાન દુર્ઘટનામાં અભિનેત્રી સૌંદર્યાના મૃત્યુના 21 વર્ષ બાદ તેના મૃત્યુ સાથે જોડાયેલા નવા આરોપો સામે આવ્યા છે. ખમ્મામના રહેવાસીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મોહન બાબુનો સૌંદર્યા સાથે તેના મૃત્યુ પહેલા મિલકતનો વિવાદ હતો અને તેની હત્યા કરવામાં આવી હતી.

App Store

વિમાન દુર્ઘટનામાં થયું હતું મૃત્યુ

ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે અકસ્માત માટે મોહનબાબુ જવાબદાર છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી સૌંદર્યાનું 17 એપ્રિલ 2004ના રોજ પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. એક ન્યૂઝ પોર્ટલ દ્વારા શેર કરવામાં આવેલી ફરિયાદની નકલમાં, ખમ્મમના રહેવાસી ચિત્તિમલ્લીએ તેલંગાણાના ખમ્મમમાં મોહન બાબુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનું કહેવું છે કે આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ જેથી જાણી શકાય કે આમાં કોઈ કાવતરું હતું.

ગેસ્ટહાઉસ વેચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું

તેઓએ મોહન પર સૌંદર્યા અને તેના ભાઈ અમરનાથ પર શમશાબાદ નજીક જલાપલ્લીમાં છ એકર જમીન અને એક ગેસ્ટહાઉસ વેચવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ સૌંદર્યાના ભાઈએ તેને વેચવાની ના પાડી. આ પછી, આ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હોવાનું કહેવાય છે.
ફરિયાદીએ સુરક્ષાની માંગણી કરી હતી

ફરિયાદીનો આરોપ છે કે સૌંદર્યાની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ મોહને બળજબરીથી તેની જમીન કબજે કરી લીધી હતી. ચિત્તિમલ્લીએ આરોપ લગાવ્યો કે મોહન તરફથી તેને પોતાના જીવનું જોખમ છે, તેણે રક્ષણની માંગ કરી અને સરકારને જમીન પર નિયંત્રણ મેળવવા વિનંતી કરી. આ કેસમાં હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી.

સૌંદર્યાનું શું થયું?

સૌંદર્યા કર્ણાટકમાં ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી હતી. 1999માં અમિતાભ બચ્ચન અભિનીત હિન્દી ફિલ્મ સૂર્યવંશમ ઉપરાંત તેણે કેટલીક તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. 2003માં તેણે સોફ્ટવેર એન્જિનિયર રઘુ સાથે લગ્ન કર્યા. 2004માં સૌંદર્યા અને તેનો ભાઈ અમરનાથ એક રાજકીય કાર્યક્રમ માટે કરીમનગર જઈ રહ્યા હતા ત્યારે તેમનું જેટ ક્રેશ થયું હતું. તે સમયે તે 31 વર્ષની હતી અને ગર્ભવતી હતી. અકસ્માત સ્થળેથી તેનો મૃતદેહ મળી શક્યો નથી.