VIDEO: BELમાં ડેપ્યુટી એન્જિનિયર પદો માટે નીકળી ભરતી, અહીં જાણો લાયકાત સહિતની વિગતો
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં ડેપ્યુટી એન્જિનિયર પદો માટે ઓનલાઈન અરજીઓ ખુલી છે. ડેપ્યુટી એન્જિનિયર પદો ભરવામાં રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ડેપ્યુટી એન્જિનિયર પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર, 2026 છે. ઉમેદવારો તેમના પાત્રતા માપદંડો ચકાસીને આ ભરતી માટે અરજી કરી શકે છે.
અરજી કોણ કરી શકે છે?
ડેપ્યુટી એન્જિનિયર પદો માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે ભારતની માન્ય સંસ્થામાંથી BE, BTech, અથવા BSc એન્જિનિયરિંગ ડિગ્રી હોવી આવશ્યક છે.
ઉમેદવારોની ઉંમર 1 જુલાઈ, 2026થી ગણવામાં આવશે.
ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 28 અને 31 વર્ષ છે.
અનામત કેટેગરીના ઉમેદવારોને વયમાં ખાસ છૂટછાટ પણ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં 85 પ્રશ્નો હશે. પરીક્ષામાં પસંદ કરાયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે. લેખિત પરીક્ષા પાસ કરવા માટે, જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારોએ 35 ટકા માર્ક્સ મેળવવાના રહેશે અને દિવ્યાંગ વ્યક્તિઓની કેટેગરીના ઉમેદવારોએ 30 ટકા માર્ક્સ મેળવવાના રહેશે.
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે, પહેલા સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- વેબસાઈટના હોમપેજ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન વિભાગ પર ક્લિક કરો.
- પછી બધી જરૂરી વિગતો કાળજીપૂર્વક દાખલ કરો.
- ફોર્મ ભર્યા પછી, જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કરેલી કોપી અપલોડ કરો.
- છેલ્લે, અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

