Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : IAF AFCAT 2 2026 notification released for more than 300 posts

VIDEO: એરફોર્સમાં ઓફિસર બનવાની શાનદાર તક, 300થી વધુ જગ્યા પર નીકળી ભરતી; આ ઉમેદવારો ભરી શકે છે ફોર્મ

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતીય વાયુસેનાએ એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT 2) માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન અનુસાર, AFCAT 2 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 20 મેથી શરૂ થશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો AFCATની સત્તાવાર વેબસાઈટ afcat.cdac.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 જૂન, 2026 છે. આ ભરતીમાં 300થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ અને ગ્રાઉન્ડ ડ્યુટી શાખાઓ માટે પસંદ થનારા કુલ 142 અધિકારીઓનો સમાવેશ થાય છે.

App Store

શૈક્ષણિક લાયકાત

ગ્રાઉન્ડ ડ્યુટી શાખા

એરોનોટિકલ એન્જિનિયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ) માં ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ડિગ્રી.

ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે મેથ્સ અને ફિઝીક્સ વિષયો સાથે 12મું પાસ અથવા 60% માર્ક્સ સાથે 3 વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા 60% માર્ક્સ સાથે BE/BTech ડિગ્રી.

વય મર્યાદા

ગ્રાઉન્ડ ડ્યુટી અને નોન-ટેકનિકલ શાખાઓ માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 26 વર્ષની હોવી જોઈએ, જ્યારે ફ્લાઈંગ શાખાઓ માટે, વય મર્યાદા 20થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 જુલાઈ, 2027થી કરવામાં આવશે.

DGCA દ્વારા જારી કરાયેલ માન્ય અને વર્તમાન કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ (CPL) ધરાવતા ઉમેદવારો 26 વર્ષ સુધીની ઉપલી વય મર્યાદામાં છૂટ મેળવી શકે છે.

અરજી ફી કેટલી છે?

NCC સ્પેશિયલ એન્ટ્રી અને GATE દ્વારા અરજી કરનારા ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફી 550 રૂપિયા છે.

પરીક્ષા પેટર્ન શું છે?

AFCAT 2 પરીક્ષા કુલ 300 માર્ક્સની હશે, જેમાં બે કલાકનો સમય મળશે. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હશે, એટલે કે દરેક ખોટા જવાબ માટે એક માર્ક કાપવામાં આવશે. પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, અંગ્રેજીમાં મૌખિક ક્ષમતા, સંખ્યાત્મક ક્ષમતા, તર્ક અને લશ્કરી યોગ્યતા પર પ્રશ્નોનો સમાવેશ થશે.

પસંદગી પછી ટ્રેનિંગ

જુલાઈ 2027ના પહેલા અઠવાડિયાથી એરફોર્સ એકેડેમી, ડુંડીગલ (હૈદરાબાદ) ખાતે ટ્રેનિંગ શરૂ થશે. ફ્લાઈંગ બ્રાન્ચ અને ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનિકલ) બ્રાન્ચ માટે ટ્રેનિંગનો સમયગાળો 62 અઠવાડિયા છે, જ્યારે ગ્રાઉન્ડ ડ્યુટી (નોન-ટેકનિકલ) બ્રાન્ચ માટે, ટ્રેનિંગનો સમયગાળો 50 અઠવાડિયા છે. જોઈનીંગ વખતે ઉમેદવારો પાસે પાન કાર્ડ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અથવા અન્ય કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું હોવું આવશ્યક છે.