મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

RBI લાખો-કરોડોની આવક ક્યાંથી કરે છે?  જાણો તેની કમાણીનું રહસ્ય

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI), જેને ‘બેન્કોની બેન્ક’ તરીકે પણ ઓળખવામાં

RBI લાખો-કરોડોની આવક ક્યાંથી કરે છે?  જાણો તેની કમાણીનું રહસ્ય
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI), જેને ‘બેન્કોની બેન્ક’ તરીકે પણ ઓળખવામાં આવે છે, દેશની તમામ બેન્કોને નિયંત્રિત કરવાનું અને ફુગાવાને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. આ ઉપરાંત, RBI અન્ય ઘણી પ્રવૃત્તિઓ પણ કરે છે, જેનાથી તેને નોંધપાત્ર નફો થાય છે. જોકે, આ બેન્કનો મુખ્ય હેતુ નફો કમાવવાનો નથી. તેથી, RBIને જે પણ લાભ થાય છે, તે તે કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરી દે છે. RBI કેવી રીતે કમાણી કરે છે, તેના વિશે ઓછા લોકો જાણે છે. ચાલો જાણીએ કે દેશની સૌથી મોટી બેન્ક તેની કમાણી કેવી રીતે અને કયા સ્ત્રોતોમાંથી કરે છે.   RBI કેવી રીતે પૈસા કમાય છે? RBIની કમાણી મુખ્યત્વે વિદેશી ચલણ વ્યવસ્થાપન, બેન્કોને લોન આપવી અને ચલણ છાપવાથી થાય છે. જ્યારે RBI ચલણ બજારમાં હસ્તક્ષેપ કરે છે, એટલે કે ડોલર ખરીદે છે કે વેચે છે, ત્યારે તેને નફો થાય છે. જ્યારે રૂપિયો નબળો પડે છે અને RBI ડોલર વેચે છે, ત્યારે તેને નફો થાય છે. બીજો મોટો સ્ત્રોત એ બેન્કોને આપેલી લોન પર મળતું વ્યાજ છે. તમામ બેન્કો RBI પાસેથી લોન લે છે. આ ઉપરાંત, RBI નોટો પણ છાપે છે, જેનાથી તેને નફો થાય છે, કારણ કે નોટ છાપવાની કિંમત તેની વાસ્તવિક કિંમત કરતાં ઓછી હોય છે. આ પ્રક્રિયાને સીન્યોરેજ (Seigniorage) કહેવામાં આવે છે.   RBI આ પૈસાનું શું કરે છે? RBI જે નફો કમાય છે, તેનો એક હિસ્સો પોતાની પાસે રાખે છે અને બાકીનો સરકારને આપે છે. આ પૈસાનું વિભાજન નિયમોનુસાર કરવામાં આવે છે. વર્ષ 2019માં સરકારે આ માટે વિમલ જાલાન સમિતિની રચના કરી હતી, જેના અનુસાર RBIએ તેની બેલેન્સ શીટના 5.5 ટકાથી 6.5 ટકા સુધી કન્ટીન્જન્સી રિસ્ક બફર (CRB) તરીકે જાળવી રાખવું પડે છે. જો CRB આ મર્યાદાથી વધી જાય, તો વધારાની રકમ સરકારને ટ્રાન્સફર કરવામાં આવે છે. વર્ષ 2023-24માં RBIએ CRBને 5.5 ટકા પર રાખીને 2.1 લાખ કરોડ રૂપિયા સરકારને ટ્રાન્સફર કર્યા હતા.   આ વર્ષે રેકોર્ડ ડિવિડન્ડ આ વર્ષે RBIએ સરકારને 2.7 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ ડિવિડન્ડ આપ્યું છે, જેનાથી બજારને અપેક્ષા છે કે સરકારનું ઉધાર ઘટશે. જ્યારે સરકાર ઓછું દેવું ઘટશે.  ત્યારે વ્યાજ દરો ઘટી શકે છે, જેનાથી જૂના બોન્ડ (જે વધુ વ્યાજ આપે છે)ની કિંમતો વધે છે. આ વખતે RBIને વિદેશી ચલણ વ્યવહારો, વિદેશી રોકાણ પરના વળતર અને લિક્વિડિટી ઓપરેશન્સમાંથી વધુ આવક થઈ છે. જોકે, RBIએ આ વખતે CRBને 6.5 ટકાથી વધારીને 7.5 ટકા કર્યો છે, એટલે કે તે ઇચ્છે તો વધુ રકમ પોતાની પાસે રાખી શકતું હતું, પરંતુ તેણે સરકારને વધુ ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો.   RBI દ્વારા સરકારને ડિવિડન્ડની વિગતો
નાણાકીય વર્ષ (FY) સરકારને RBIનું ડિવિડન્ડ (કરોડ રૂપિયામાં)
FY20 ₹57,100 કરોડ
FY21 ₹99,100 કરોડ
FY22 ₹30,300 કરોડ
FY23 ₹87,400 કરોડ
FY24 ₹2.1 લાખ કરોડ
FY25 ₹2.7 લાખ કરોડ
  શું RBI નફો નિયંત્રિત કરી શકે છે? RBI માત્ર ત્યારે જ બજારમાં હસ્તક્ષેપ કરે છે જ્યારે તે જરૂરી હોય, તેથી નફો કમાવવો એ તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય નથી. સામાન્ય રીતે આર્થિક અસ્થિરતાના સમયમાં RBIની પ્રવૃત્તિઓ વધે છે, જેનાથી તેની આવક પણ વધી શકે છે. જ્યારે સ્થિર સમયમાં તેની આવક ઘટે છે.  

આ સમાચાર શેર કરો