VIDEO/ RBI સરકારને ₹૩.૫ લાખ કરોડ સુધીનું સરપ્લસ ટ્રાન્સફર કરે તેવી સંભાવના
કેન્દ્ર સરકાર માટે આર્થિક મોરચે ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવી રહ્યા છે. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા નાણાકીય વર્ષ 2025-26 માટે સરકારને અત્યાર સુધીનું સૌથી રૅકોર્ડબ્રેક સરપ્લસ ડિવિડન્ડ ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર, આ ચૂકવણી 2.7 લાખ કરોડ રૂપિયાથી લઈને 3.5 લાખ કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. RBI બોર્ડની શુક્રવારે એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે. જેમાં આ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવી શકે છે.
જો આ રકમ અંદાજ મુજબ 3.5 લાખ રૂપિયા કરોડની આસપાસ રહેશે, તો તે દેશના ઈતિહાસમાં RBI દ્વારા સરકારને આપવામાં આવેલું સૌથી મોટું ડિવિડન્ડ હશે. આ અઢળક નાણાં મળવાથી સરકારને દેશના વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રાજકોષીય ખાધને અંકુશમાં રાખવામાં ખૂબ જ મોટી મદદ મળશે. જોકે, આ સંભવિત ચૂકવણી અંગે રિઝર્વ બૅંક દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી અને શુક્રવારની બેઠક બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

