એરપોર્ટ પર લાઉન્જનો ઉપયોગ કરો છો? ICICI બાદ હવે આ બેંકે પણ કર્યા છે નિયમોમાં ફેરફાર

જો તમે પણ ઘણીવાર એરલાઇન્સ દ્વારા મુસાફરી કરો છો, તો તમારે એરપોર્ટ લાઉન્જનો ઉપયોગ કર્યો જ હશે. એરપોર્ટ લાઉન્જ એક્સેસ ઘણી બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર ફ્રીમાં ઉપલબ્ધ છે. જ્યાં આરામ કરવાથી લઈને ખાવા-પીવા સુધી બધું જ ફ્રી છે. પરંતુ હવે એક્સિસ બેંકે તેના ગ્રાહકો માટે આ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે.
બેંકે તેના ડેબિટ કાર્ડ્સ પર ઉપલબ્ધ ફ્રી એરપોર્ટ લાઉન્જ સર્વિસના નિયમોમાં ફેરફાર કર્યો છે. ક્રેડિટ કાર્ડ પર આ સુવિધા પહેલાની જેમ જ ચાલુ રહેશે. બેંકે Burgundy, Delight અને Priority સહિત કેટલાક અન્ય ડેબિટ કાર્ડ પર તેના ઉપયોગ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. અગાઉ, ICICI બેંકે તેના કાર્ડ ધારકો માટે ઘણી રિવોર્ડ ઓફર્સમાં પણ સુધારો કર્યો હતો.
એટલું જ નહીં, એક્સિસ બેંકે તેના ડેબિટ કાર્ડ પર ઉપલબ્ધ EDGE રિવોર્ડ પોઈન્ટ્સ, બુક માય શો ઓફર અને આંતરરાષ્ટ્રીય ઉપયોગ સંબંધિત નિયમોમાં પણ સુધારો કર્યો છે.
જાણો Axis Bank કાર્ડમાં શું બદલાવ આવ્યો?
એક્સિસ બેંકે ગયા અઠવાડિયે જ તેના ગ્રાહકોને આ સંબંધમાં ઈ-મેલ મોકલ્યો છે. તે મુજબ તેણે ડેબિટ કાર્ડ અને તેના પર ઉપલબ્ધ સુવિધાઓમાં ઘણા ફેરફારો કર્યા છે.
બેંક દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નવા નિયમો 1 મે, 2024થી જ લાગુ થશે.
બરગન્ડી કાર્ડ ધારકો હવે એરપોર્ટ લાઉન્જનો ઉપયોગ ત્યારે જ કરી શકશે જો તેઓએ મે મહિનાના 3 મહિના પહેલા કાર્ડ દ્વારા ઓછામાં ઓછા રૂ. 5,000ની ચુકવણી કરી હોય.
જ્યારે બર્ગન્ડી કાર્ડ ધારકો આંતરરાષ્ટ્રીય ચુકવણી કરે છે, તો તેમણે ડાયનેમિક કરેંસી કન્વર્ઝન પર 1% માર્ક-અપ ફી ચૂકવવી પડશે. આ પેમેન્ટ સ્વાઈપ મશીન અથવા વિદેશમાં ઓનલાઈન પેમેન્ટ પર કરવામાં આવશે.
બરગન્ડી કાર્ડ ધારકોને હવે બુક માય શોમાંથી રૂ. 500ની કિંમતની 4 ટિકિટો અને રૂ. 1000ની કિંમતની 4 ટિકિટો મફતમાં મળશે.
પ્રાયોરીટી કાર્ડ ધારકો માટેના બાકીના લાભો યથાવત છે, સિવાય કે બુક માય શો ઓફર હેઠળ, તેમને ટિકિટ પર 25% ડિસ્કાઉન્ટ (મહત્તમ રૂ. 350) અને ફૂડ એન્ડ બેવરેજીસ પર 20% ડિસ્કાઉન્ટ (મહત્તમ રૂ. 60) મળશે.
આંતરરાષ્ટ્રીય વ્યવહારો અને બુક માય શો ઓફર્સ ડિલાઇટ કાર્ડ પર માન્ય નથી, જ્યારે બાકીના લાભો અન્ય કાર્ડ્સ જેવા છે.

