Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : The number of billionaires in India is increasing, the number of rich people will reach 26,000 by 2030!

VIDEO: ભારતમાં વધી રહી છે અબજોપતિઓની સંખ્યા, 2030 સુધીમાં ધનિકોની સંખ્યા 26,000 પર પહોંચશે!

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

India’s Billionaire Boom: ભારત અત્યારે આર્થિક વિકાસના એક સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં અબજોપતિઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે. ‘ધ ઇકોનોમિક ટાઇમ્સ’ અને ‘1લેટીસ’ (1Lattice, વ્યવસાયિક સંશોધન અને સલાહકાર સંસ્થા) ના 'ધ ઇન્ડિયન ફેમિલી ઓફિસ રિપોર્ટ 2026' અનુસાર, ભારતમાં $30 મિલિયન (આશરે રૂ. 280 કરોડ) થી વધુ સંપત્તિ ધરાવતા પરિવારોની સંખ્યામાં મોટો ઉછાળો આવવાનો છે. વર્ષ 2025 માં આવા પરિવારોની સંખ્યા 16,000 હતી, જે વર્ષ 2030 સુધીમાં વધીને લગભગ 26,000 થવાની ધારણા છે. અલ્ટ્રા-હાઇ-નેટ-વર્થ લોકોની યાદીમાં નવા સભ્યો ઉમેરવાની બાબતમાં ભારત અત્યારે વૈશ્વિક સ્તરે માત્ર અમેરિકા અને ચીનથી જ પાછળ એટલે કે વિશ્વમાં ત્રીજા ક્રમે છે.

App Store

$1.5 ટ્રિલિયનનું વેલ્થ ટ્રાન્સફર અને ફેમિલી ઓફિસનો દબદબો

આ આર્થિક પરિવર્તનની સાથે ભારતમાં આગામી દાયકામાં એક પેઢીથી બીજી પેઢીમાં સંપત્તિની ફેરબદલી (વેલ્થ ટ્રાન્સફર) નો મોટો પ્રવાહ જોવા મળશે, જે લગભગ $1.3 થી $1.5 ટ્રિલિયન સુધી વધી શકે છે. આ વિશાળ સંપત્તિના આયોજનબદ્ધ સંચાલન માટે ભારતમાં 'ફેમિલી ઓફિસ' નું કલ્ચર ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. હાલમાં ભારતનું ફેમિલી ઓફિસ ઇકોસિસ્ટમ 300 થી વધુ સંસ્થાઓ સુધી વિસ્તર્યું છે, જે $30 બિલિયન (આશરે રૂ. 2.5 લાખ કરોડ) થી વધુની સંપત્તિનું મેનેજમેન્ટ કરે છે.

'સુપર-રિચ પરિવારોમાં મુંબઈ અને દિલ્હી-NCR ટોપ પર

આ ઓફિસો અમીર પરિવારો માટે રિસ્ક મેનેજમેન્ટ, ટેક્સ પ્લાનિંગ, ગવર્નન્સ અને વૈશ્વિક સ્તરે ક્રોસ-બોર્ડર રોકાણોને સરળ બનાવવાનું કામ કરે છે. 'સુપર-રિચ પરિવારો અને ફેમિલી ઓફિસો'ની યાદીમાં મુંબઈ અને દિલ્હી-NCR ટોપ પર છે. જો કે, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને અમદાવાદ જેવા ટિયર-2 શહેરોમાં પણ હવે ફેમિલી ઓફિસો ઝડપથી વધી રહી છે.

નવી પેઢીનો બદલાતો અભિગમ: પરંપરાગત બિઝનેસ છોડી સ્ટાર્ટઅપ્સ પર નજર

સમયની સાથે આ પરિવારોના રોકાણના અભિગમમાં પણ મોટો બદલાવ આવ્યો છે. અગાઉની પેઢીઓ જ્યાં પરંપરાગત રીતે સક્રિય રહીને પોતાના મુખ્ય વ્યવસાયો ચલાવતી હતી, તેનાથી વિપરીત આજની નવી પેઢી સંપત્તિના સક્રિય સંચાલન અને રોકાણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કેટલાક મોટા પરિવારોએ તો પોતાના ઓપરેટિંગ બિઝનેસનું મુદ્રીકરણ (મોનેટાઇઝેશન) કરીને તેનું સંચાલન પ્રોફેશનલ્સને સોંપી દીધું છે અને તેઓ પોતે મૂડીનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે, હવે 50% થી વધુ ભારતીય ફેમિલી ઓફિસો પોતાના રોકાણના નિર્ણયોમાં મિલેનિયલ્સ અથવા જેન ઝી (Gen Z) ના સભ્યોને સામેલ કરી રહી છે. આ આગામી પેઢીના લગભગ 30% ભારતીય રોકાણકારો પરંપરાગત વ્યવસાયોના બદલે સ્ટાર્ટઅપ્સમાં, ખાસ કરીને હેલ્થ ટેક, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક અને ફ્યુચરિસ્ટિક ક્ષેત્રોમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. શાસન, કસ્ટોડિયનશિપ અને રેસિડેન્સી પ્લાનિંગ જેવી બાબતો હવે તેમની સંપત્તિ વ્યવસ્થાપન વ્યુહરચનાનો એક મુખ્ય હિસ્સો બની ગઈ છે. 

ટોપિક્સ:india billionairesgstv news