Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Sugar prices hit record levels across the country, including Gujarat, ahead of the festive season

VIDEO: તહેવારોની સિઝન પહેલાં ગુજરાત સહિત દેશભરમાં ખાંડના ભાવ રૅકોર્ડ સ્તરે

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશ સહિત ગુજરાતમાં ખાંડના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં સામાન્ય ખાંડનો ભાવ રૂ.41.50થી વધીને હવે આશરે રૂ.60 પ્રતિ કિલો અને રિફાઇન્ડ ખાંડનો ભાવ રૂ.65 સુધી પહોંચી ગયો છે. વેપારીઓના મતે ઊંચા ભાવે પણ ખાંડનો પૂરતો જથ્થો મેળવવો મુશ્કેલ બની રહ્યો છે અને પુરવઠામાં સુધારો નહીં થાય તો તહેવારો પહેલાં ભાવ રૂ.70 પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. ખાંડના ભાવ વધવા પાછળ હાલની પિલાણ સીઝનના અંતે મિલોમાં ઘટતો સ્ટોક અને આગામી સીઝન માટે ઓછા ઓપનિંગ સ્ટોકની ચિંતા મુખ્ય કારણોમાં સામેલ છે. સાથે જ શેરડીના રસ અને B-હેવી મોલાસીસનો એક હિસ્સો ઇથેનોલ ઉત્પાદન તરફ વાળાતા ખાંડના ઉત્પાદન માટેનો પુરવઠો પણ અસરગ્રસ્ત થયો છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, દશેરા અને દિવાળી જેવા તહેવારોને પગલે મીઠાઈ, બેકરી અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોમાં માંગ વધતા ખાંડના ભાવ પર વધુ દબાણ જોવા મળી રહ્યું છે.

App Store