Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Stock market Sensex jumped 639 points

FY 2023-24ના અંતિમ દિવસે શેરબજારમાં શાનદાર તેજી, રોકાણકારોની સંપત્તિમાં 3 લાખ કરોડનો વધારો

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2024
લાઇવ ટીવીGoogle News
FY 2023-24ના અંતિમ દિવસે શેરબજારમાં શાનદાર તેજી, રોકાણકારોની સંપત્તિમાં 3 લાખ કરોડનો વધારો

નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય શેરબજારનું છેલ્લું ટ્રેડિંગ સત્ર રોકાણકારો માટે શાનદાર રહ્યું હતું. એક સમયે સેન્સેક્સમાં 1200 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં લગભગ 400 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. 

App Store

જોકે, બજાર બંધ થવા સુધીમાં BSE સેન્સેક્સ 639 પોઇન્ટના ઉછાળા સાથે 73,635 પોઇન્ટ સાથે બંધ થયો છે. જ્યારે નિફ્ટી 203 પોઈન્ટના વધારા સાથે 22,326ના સ્તરે બંધ થયો છે. નોંધનીય છે કે, ગઈકાલે સેન્સેક્સમાં 526 પોઈન્ટ અને નિફ્ટીમાં 119 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. આમ બે દિવસમાં બજારમાં શાનદાર તેજી જોવા મળી છે. 

આ શેરમાં જોવા મળી તેજી

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. 

શેરબજારમાં મજબૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો જોવા મળ્યો હતો. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 386.91 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. 383.85 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.06 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.