Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Stock market crashes! Sensex falls 900 points, market slips below 77 thousand mark

VIDEO: શેરબજારમાં કડાકો! સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, 77 હજારની સપાટી નીચે સરક્યું બજાર

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ આજે 77 હજારની સપાટીની નીચે ઉતરી ગયો. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 600 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. જે આગળ વધીને 900 પોઈન્ટ સુધી પહોંચી ગયો. બીજી તરફ નિફ્ટી પણ 24,000ની સપાટી તોડીને નીચે ટ્રેડ કરી રહ્યો છે. બેન્કિંગ, આઈટી અને રિયલ્ટી સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી છે. બજારના નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા જતા યુદ્ધના ભય અને અમેરિકી નૌકાદળની હિલચાલને કારણે રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત, વૈશ્વિક શેરબજારોમાં નબળાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી પણ આ મોટા કડાકા પાછળ જવાબદાર માનવામાં આવે છે.

App Store