SBIના ગ્રાહકો માટે કામના સમાચાર : 23 માર્ચે ઈન્ટરનેટ બેન્કિંગ સહિત આ સેવાઓ આટલા સમય સુધી બંધ રહેશે

ભારતીય સ્ટેટ બેંક (SBI)માં એકાઉન્ટ ધરાવતા લોકો માટે કામના સમાચાર સામે આવ્યા છે. SBIની YONO ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ એપ સેવા થોડા સમય માટે બંધ રહેશે. SBIના કસ્ટમર્સ શેડ્યૂલ એક્ટિવિટીના કારણે 23 માર્ચ 2024ના રોજ ઈન્ટરનેટ બેન્કિંગ સેવાનો ઉપયોગ નહીં કરી શકો. જોકે ગ્રાહકો UPI લાઈટ અને ATM દ્વારા સેવાનો ઉપયોગ કરી શકે છે.
SBIએ નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું છે કે, ઈન્ટરનેટ સંબંધી સેવા 23 માર્ચ 2024ના રોજ 01.10થી 02.10 વાગ્યા વચ્ચે બંધ રહેશે. આ દરમિયાન ગ્રાહકો ઈન્ટરનેટ બેન્કિંગ, યોનો લાઈટ, યોનો બિઝનેસ વેબ અને મોબાઈલ એપ, યોનો અને યુપીઆઈની સેવાઓનો ઉપયોગ નહીં કરી શકે. જોકે યુપીઆઈ લાઈટ અને એટીએમની સેવાનો ઉપયોગ કરી શકાશે.
બેંકના જણાવ્યા મુજબ ગ્રાહકો કોઈપણ માહિતી અથવા મદદ માટે SBIના ટોલ ફ્રી નંબર 18001234 અને 18002100 પર કૉલ કરી શકે છે. આ ઉપરાંત વેબસાઈટ પર જઈને પણ આ અંગે કોઈપણ માહિતી મેળવી શકે છે.

