મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

જુલાઈમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં થયો આટલો વધારો...

જુલાઈ, 2025માં તહેવારોની સીઝન પહેલાં જ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં બમ્પર વધારો જોવા મળ્યો છે. F

જુલાઈમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં થયો આટલો વધારો...

જુલાઈ, 2025માં તહેવારોની સીઝન પહેલાં જ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં બમ્પર વધારો જોવા મળ્યો છે. Faderation of Automobile Dealers Association(FADA) અનુસાર ગત વર્ષના જુલાઈની સરખામણીમાં આ વર્ષે જુલાઈમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં 93%નો આશ્ચર્યજનક ઉછાળો નોંધાયો છે. આ આંકડા ફક્ત ઓટો ઉદ્યોગ માટે જ નહીં, પરંતુ ગ્રીન મોબિલિટીના ભવિષ્ય માટે પણ મોટો સંકેત આપી રહ્યા છે.

ગત વર્ષ કરતાં વેચાણમાં વધારો

FADAના ડેટા અનુસાર જુલાઈમાં કુલ 15,528 ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનો નોંધાયા હતા, જ્યારે ગત વર્ષના આ જ મહિનામાં વેચાણનો આંકડો 8,037 હતો. ટાટા મોટર્સે આ સેગમેન્ટમાં પ્રભુત્વ મેળવ્યું હતું. આ વર્ષે જુલાઈમાં 6,047 યુનિટ વેચાયા, જ્યારે ગત વર્ષે જુલાઈમાં 5,100 યુનિટ હતાં. એટલે કે આ વર્ષે ગત વર્ષ કરતાં 19% વધુ યુનિટનું વેચાણ થયુ છે.

પેસેન્જર ઈવી પર વિપરીત અસર

પેસેન્જર ઈવી સેગમેન્ટે રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું હોવા છતાં આ વખતે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈ, 2025માં આ કેટેગરીનું કુલ વેચાણ લગભગ 4% ઘટીને 1,02,973 યુનિટ રહ્યું, જે ગત વર્ષે જુલાઈમાં 1,07,655 યુનિટ હતું. આમ છતાં, TVS મોટર કંપનીએ આ સેગમેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો અને 22,256 યુનિટના વેચાણ સાથે 13%ની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે.

જુલાઈ 2025માં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર માર્કેટમાં વાર્ષિક 9% વૃદ્ધિ નોંધાઈ છે અને તેમાં કુલ 69,146 યુનિટ નોંધાયા છે. મહિન્દ્રા ગ્રુપે આ સેગમેન્ટમાં પ્રભુત્વ મેળવ્યું છે અને કુલ 9,766 યુનિટ વેચ્યા છે, જે વાર્ષિક દ્રષ્ટિએ 40% વધુ છે.

રસપ્રદ આંકડો ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહન કેટેગરીનો છે, જેમાં વાર્ષિક ધોરણે 52%ની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જુલાઈમાં 1,244 યુનિટ નોંધાયા છે.

આ સમાચાર શેર કરો