Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : RBI raises GDP growth rate for FY25

RBI MPC:રિઝર્વ બેંકે GDPનો અંદાજ વધારીને 7.2% કરતા શેર બજારમાં ઉછાળો

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2024
લાઇવ ટીવીGoogle News
RBI MPC:રિઝર્વ બેંકે GDPનો અંદાજ વધારીને 7.2% કરતા શેર બજારમાં ઉછાળો

એક તરફ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સતત આઠમી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી તરફ આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દરનો અંદાજ સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યો છે. ખાનગી વપરાશમાં સુધારા અને ગ્રામીણ ક્ષેત્રની મજબૂત માંગને કારણે સેન્ટ્રલ બેંકે વિકાસ દરના અંદાજમાં વધારો કર્યો છે. 

App Store

આરબીઆઈએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરતા બજારમાં તેજી જોવા મળી હતી.  બીએસઇ સેન્સેક્સમાં 1600થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. એટલું જ નહીં રિઝર્વ બેન્કના જીડીપી અનુમાનમાં વધારો કર્યા પછી સેન્સેક્સ 76,795ની ઓલ ટાઇમ હાઈ પર પહોંચી ગયો હતો.

વિશ્વભરની રેટિંગ એજન્સીઓએ પણ ભારતના વિકાસ દરમાં વધારો કર્યો 

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2025 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 7 ટકાથી વધારીને 7.2 ટકા કર્યો છે. આ સતત ચોથી વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે દેશના જીડીપી અંદાજમાં વધારો કર્યો છે. અર્થવ્યવસ્થાના મોરચે સતત સારા ડેટા અને મોંઘવારી નિયંત્રણમાં હોવાને કારણે, વિશ્વભરની ઘણી રેટિંગ એજન્સીઓએ પણ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના વિકાસ દરમાં વધારો કર્યો છે.

ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં કરાયો હતો વધારો

નોંધનીય છે કે, કેન્દ્રીય બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો. 0.25 ટકામાં વધારો કરવામાં આવ્યો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે 5 જૂનથી ચાલી રહેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી.