જાહેર કરાયેલા રેપો રેટ પર RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કરી મોટી સ્પષ્ટતા
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે મોનિટરી પોલિસીની બેઠકના પરિણામો જાહેર કર્યા

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે મોનિટરી પોલિસીની બેઠકના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે એક મોટી સ્પષ્ટતા પણ કરવામાં આવી કે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાનો કઇ પ્રસ્તાવ નથી.
જીડીપી વિકાસ દરનો અંદાજ વધાર્યો
RBI ગવર્નરની આ સ્પષ્ટતા સાથે જ કરોડો UPI યુઝર્સે રાહતના શ્વાસ લીધા હતા. આ સાથે RBI ગવર્નરે દેશના જીડીપી વિકાસ દરનો અંદાજ વધારીને 6.8% સુધી કરી દીધો છે.
રેપો રેટ કેટલો?
ઉલ્લેખનીય છે કે આરબીઆઈનો મોનિટરી પોલિસીની બેઠકના પરિણામ જાહેર કરતાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી અને તેને 5.5% પર યથાવત્ રાખવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને ઘણા લોકો રેપો રેટમાં RBI દ્વારા ઘટાડાની આશા રાખી રહ્યા હતા. જ્યારે મોદી સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા બાદ વધુ એક મોટી જાહેરાત થવાની વાતો પણ થઇ રહી હતી. જોકે હવે તેના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે અને આરબીઆઈએ રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે જેનાથી હવે લોકોના ઈએમઆઈમાં પણ કોઈ ફેરફાર નહીં થાય.






