Forex Reserve : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઉછાળો, છેલ્લા બે વર્ષમાં સર્વોચ્ચ સ્તર

દેશના વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઉછાળો આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 22 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 140 મિલિયન ડોલર વધીને 642.63 બિલિયન ડોલર પહોંચી ગયું છે. છેલ્લા બે વર્ષમાં વિદેશી મુદ્રા ભંડારનું આ સર્વોચ્ચ સ્તર છે.
29 માર્ચ 2024ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશી મુદ્રા ભંડારનો ડેટા જાહેર કર્યો છે. આરબીઆઈ જાહેર કરેલા ડેટમાં જણાવ્યું કે, વિદેશી મુદ્રા ભંડાર 140 મિલિયન ડોલર વધીને 642.63 અબજ ડોલર થઈ ગયો છે. જે પહેલા સપ્તાહમાં 642.492 અબજ ડોલર હતો. જોકે, આ સમયગાળા દરમિયાન વિદેશી ચલણની સંપત્તિમાં ઘટાડો થયો છે. ફોરેન કરન્સી એસેટ $123 મિલિયન ઘટીને $568.26 બિલિયન થઈ છે.
સોનાના ભંડારમાં પણ ઉછાળો
સોનાના ભંડારમાં પણ ઉછાળો આવ્યો છે. સોનાનો ભંડાર $347 મિલિયન વધીને $51.48 અબજ થયો છે. એસડીઆરમાં ઘટાડો થયો છે અને તે 57 મિલિયન ડોલર ઘટીને 18.21 અબજ ડોલર થયો છે.

