Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : In how many years will you become a millionaire with a SIP of 10 thousand?

10 હજારની SIPથી તમે કેટલા વર્ષમાં કરોડપતિ બનશો? જાણો 10-15-18 ફોર્મ્યુલા

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2024
લાઇવ ટીવીGoogle News
10 હજારની SIPથી તમે કેટલા વર્ષમાં કરોડપતિ બનશો? જાણો 10-15-18 ફોર્મ્યુલા

રિટાયરમેન્ટ પહેલા દરેક કોઇ સારા પૈસા ભેગા કરવા માંગે છે જેથી બાકીનું જીવન ફાઇનાન્સિયલ ફ્રી થઇ શકે. યોગ્ય પ્લાનિંગ ના કરવાને કારણે મોટાભાગના લોકો રિટાયરમેન્ટ પછી પણ પૈસા જમા રાખી શકતા નથી. જો તમે દર મહિને 10,000 રૂપિયા પણ ભેગા કરો છો તો કેટલાક વર્ષમાં જ તમે કરોડપતિ બની જશો.

App Store

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એક એવો રસ્તો છે જે લોકોના કરોડપતિ બનવાના સપનાને સાકાર કરી શકે છે. ખાસ વાત આ છે કે લોકોએ રોકાણની સાથે ધીરજ રાખવી ઘણી જરૂરી છે. ઓછા રૂપિયાથી રોકાણ કરીને કોઇ પણ જલદી કરોડો રૂપિયા ભેગા નહીં કરી શકે પણ થોડી રાહ જોવાથી તમને સારી રકમ ભેગી કરવામાં મદદ મળી શકે છે. SIP દ્વારા તમે દર મહિને એક નિશ્ચિત રકમ મ્યુચ્યુઅલ ફંડમાં ભેગી કરી શકો છે જેના પર તમને માર્કેટના હિસાબથી રિટર્ન મળશે. આ રિટર્ન 10થી 15 ટકા અથવા તેના કરતા પણ વધારે હોઇ શકે છે.

10-15-18 ફોર્મ્યુલાથી કરો રોકાણ

જો તમે પણ કરોડો રૂપિયા ભેગા કરવા માંગો છો તો એક કેલકુલેશન સાથે રોકાણ કરવું ઘણું જરૂરી છે. પ્લાનિંગ વગર કે સિસ્ટેમેટિક રોકાણથી તમે કરોડો રૂપિયા ભેગા કરવાથી ચુકી શકો છો. 10-15-18 ફોર્મ્યુલાની મદદથી તમે 1 કરોડ રૂપિયા કરતા વધુની રકમ ભેગી કરી શકો છો. અહીં 10નો અર્થ 10 હજાર રૂપિયા છે. 15નો અર્થ 15 ટકાનું રિટર્ન અને 18નો અર્થ 18 વર્ષ સુધી નિયમિત રોકાણ કરતું રહેવું.

આટલા વર્ષમાં બની જશો કરોડપતિ?

  • 10-15-18 ફોર્મ્યુલાથી રોકાણ કરીને તમે 1 કરોડ રૂપિયા કરતા વધુની રકમ જમા કરી શકો છો.
  • સૌથી પહેલા 10 હજાર રૂપિયાની એક SIPથી શરૂ કરવી પડશે.
  • હવે માની લો જે ફંડમાં પણ તમે SIP કરી છે, તેનું એવરેજ વાર્ષિક રિટર્ન 15 ટકા છે.
  • આ અમાઉન્ટને જો તમે 18  વર્ષ સુધી રોકાણ કરતા રહો છો તો તમારી પાસે કૂલ 1,10,42,553 રૂપિયા હશે.
  • રિટર્નથી કમાણી 88,82,553 રૂપિયા અને કૂલ રોકાણ 21,60,000 રૂપિયા હશે.

આ પણ વાંચો: 10 લાખ રૂપિયાનું રોકાણ કરવું છે, પરંતુ ક્યાં કરું તો સારું વળતર મળે? જાણો એક્સપર્ટના જવાબ

કેવી રીતે રોકાણ કરી શકો છો?

મહત્ત્વપૂર્ણ છે કે SIP માત્ર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક રીત છે. જો તમારી પાસે પહેલા સારા પૈસા છે તો રોકાણ કરી શકો છો. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP નિયમિત સમય પર મ્યુચ્યુઅલ ફંડમાં એક નક્કી રકમ કરવાની એક પ્રક્રિયા છે. SIP ત્રિમાસિક અથવા માસિક રોકાણ કરવાની પરવાનગી આપે છે. 

(નોંધ- કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પહેલા નાણાકીય સલાહકારની મદદ જરૂર લો.)