Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Impact of rising US-Iran tensions on India, crude prices skyrocket on MCX

VIDEO: અમેરિકા-ઈરાનના વધતા તણાવની અસર ભારત પર, MCX પર ક્રૂડના ભાવ આસમાને પહોંચ્યા, તો સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકા-ઈરાનના વધતા તણાવની અને વૈશ્વિક સ્તરે ડૉલર મજબૂત થવાની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. આ કારણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે, તો સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં અચાનક 4 ટકાનો વધારો થયો છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો પ્રતિ બેરલ ભાવ 109 ડૉલરને પાર પહોંચી ગયો છે. ભારતીય કોમોડિટી માર્કેટમાં પણ તેની અસર જોવા મળી છે. MCX પર ક્રૂડ ઓઇલનો ભાવ ઝડપથી ઉપર પહોંચી ગયો છે. MCX પર ગુરુવારે ક્રૂડ ઓઇલનો ભાવ રૂ.9 હજાર 724 પર બંધ થયો હતો અને શુક્રવારે રૂ.9 હજાર 811 પર ઓપન થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તેનો ભાવ નીચામાં 9 હજાર 807 પર અને ઊંચામાં 10 હજાર 112 પર સ્પર્શ્યો હતો. એટલે કે શુક્રવારે તેના ભાવમાં રૂ.305ની ઉથલ-પાથલ જોવા મળી હતી.

App Store