મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સોનાની કિંમતમાં ભડકો: 7 દિવસમાં 16,480ની રેકોર્ડબ્રેક તેજી, લગ્નસરા પહેલા ખરીદદારોના પરસેવા છૂટ્યા

Gold Silver price today : છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભા

સોનાની કિંમતમાં ભડકો: 7 દિવસમાં 16,480ની રેકોર્ડબ્રેક તેજી, લગ્નસરા પહેલા ખરીદદારોના પરસેવા છૂટ્યા

Gold Silver price today : છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં એવી ઉડાન જોવા મળી છે કે રોકાણકારો જ નહીં, સામાન્ય ખરીદદારો પણ સ્તબ્ધ થઈ ગયા છે. લગ્નસરાની સીઝન અને રોકાણની દ્રષ્ટિએ અત્યંત મહત્વના ગણાતા સોનાએ સાપ્તાહિક ધોરણે રેકોર્ડબ્રેક તેજી નોંધાવી છે, જ્યારે ચાંદી પણ નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહી છે.

સોનાએ લગાવી બમ્પર છલાંગ
વીકલી બેઝિસ પર જોઈએ તો, 24 કેરેટ સોનાની કિંમતમાં આશરે રુપિયા 16,480નો જોરદાર વધારો થયો છે. 25 જાન્યુઆરી 2026ના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1,60,410 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે, જ્યારે 22 કેરેટ સોનું રૂપિયા 1,47,050ના ભાવે વેચાઈ રહ્યું છે. અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં પણ ભાવ આ જ સ્તરે મજબૂત છે.

આંતરરાષ્ટ્રીય બજારની અસર

વૈશ્વિક બજારમાં સોનાનો હાજર ભાવ રેકોર્ડ ડોલર 4,967.41 પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય જોખમોને કારણે રોકાણકારો સોના તરફ વળ્યા છે. ગોલ્ડમેન સેક્સના અંદાજ મુજબ, ડિસેમ્બર 2026 સુધીમાં સોનું 5400 ડોલર પ્રતિ ઔંસના સ્તરને સ્પર્શી શકે છે.

ચાંદીની ચમક પણ વધી

સોનાની સાથે ચાંદીએ પણ રોકાણકારોને માલામાલ કર્યા છે. છેલ્લા સાત દિવસમાં ચાંદીની કિંમતમાં અંદાજે રૂપિયા 40,000નો ઉછાળો આવ્યો છે. હાલમાં ચાંદી રૂપિયા 3,40,000 પ્રતિ કિલોગ્રામના ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે.

આ સમાચાર શેર કરો