Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Extension of deadline for filing income tax returns

આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદામાં વધારો, CBDT એ નવી તારીખ કરી જાહેર

Timeછેલ્લું અપડેટ : 27 May 2025
લાઇવ ટીવીGoogle News
આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદામાં વધારો, CBDT એ નવી તારીખ કરી જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ 27 મેના રોજ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે. CBDTએ આવકવેરા રિટર્ન ફાઈલ માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2025 થી વધારીને 15 સપ્ટેમ્બર, 2025 કરી છે.  આ નિર્ણય આવકવેરા વિભાગ દ્વારા X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા શેર કરવામાં આવી છે. 

App Store

આવકવેરા વિભાગે તેની પોસ્ટમાં લખ્યું, "ટેક્સપેયર્સ ધ્યાન આપો, CBDT એ ITR માટે છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે જે ફાઇલ કરવાની હતી. હવે રિટર્ન ફાઈલ કરવાની નવી અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે.

ITR ફોર્મમાં ફેરફારને કારણે સમયમર્યાદા લંબાવવામાં આવી
વિભાગે જણાવ્યું હતું કે આ વધારો એટલા માટે આપવામાં આવ્યો છે કારણ કે ITR ફોર્મમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સિસ્ટમ અપડેટ કરવા અને TDS ક્રેડિટ સંબંધિત ટેકનિકલ કાર્ય પૂર્ણ કરવા માટે પણ વધારાનો સમય જરૂરી છે.