મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Business: અમેરિકામાં થયેલા શટડાઉનના પડઘા: બિટકોઈનમાં સતત ધોવાણ, વર્તમાન સપ્તાહ ક્રિપ્ટો કરન્સી માટે નબળુ

અમેરિકામાં આર્થિક ડેટાને લઈને પ્રવર્તતી અસ્પષ્ટતા

Business: અમેરિકામાં થયેલા શટડાઉનના પડઘા: બિટકોઈનમાં સતત ધોવાણ, વર્તમાન સપ્તાહ ક્રિપ્ટો કરન્સી માટે નબળુ

અમેરિકામાં આર્થિક ડેટાને લઈને પ્રવર્તતી અસ્પષ્ટતા તથા ફેડરલ રિઝર્વની આવતા મહિનાની બેઠકમાં વ્યાજ દર અંગે ચોક્કસ દિશાના અભાવે વર્તમાન સપ્તાહ ક્રિપ્ટો કરન્સીસ માટે નબળુ પસાર થયું હતું.

મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનનો ભાવ વર્તમાન સપ્તાહમાં 10% જેટલો ઘટી છેવટે 95,890 ડોલર કવોટ થયો હતો. અન્ય ક્રિપ્ટો એથરમ પણ સપ્તાહમાં 11% ઘટી 3,200 ડોલરની અંદર ઊતરી ગયો હતો. ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં ઓલટાઈમ હાઈ સપાટીએથી બિટકોઈનમાં 25% જેટલું કરેકશન આવ્યું છે. 

મહત્તવનો ડેટા જાહેર ન થતાં ખેલાડીઓમાં અસમંજસની સ્થિતિ

ક્રિપ્ટોસના ભાવમાં કડાકાને પરિણામે ક્રિપ્ટો સંબંધિત ઈક્વિટીસના ભાવ પણ અમેરિકાની બજારોમાં નીચા બોલાતા હતા. અમેરિકામાં 43 દિવસ સુધી ચાલેલા સૌથી લાંબા શટડાઉન દરમિયાન રોજગાર તથા ફુગાવા જેવા મહત્વના ડેટા જાહેર નહીં થતા ખેલાડીઓમાં અસમંજસની સ્થિતિ હતી. ફેડરલ રિઝર્વ સામાન્ય રીતે વિવિધ આર્થિક ડેટાને આધારે વ્યાજ દરનો નિર્ણય લેતું હોય છે. 

શટડાઉન સમાપ્ત થઈ ગયું છે, પરંતુ ડેટા હજુ જાહેર કરાતા નથી. ઓકટોબરના આર્થિક ડેટા જાહેર થવા સામે પણ શંકા સેવાઈ રહી છે. 

શટડાઉનની સમાપ્તિ બાદ મંજુર થયેલા સ્પેન્ડિંગ બિલ સરકાર 30 જાન્યુઆરી સુધી જ વહીવટ માટે કાર્યરત રહી શકશે, જેને કારણે પણ રોકાણકારોનું માનસ ખરડાયેલું છે. 

આ સમાચાર શેર કરો