કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો, જાણો હવે કેટલો વસૂલાશે

કેન્દ્ર સરકારે સ્થાનિક સ્તર પર ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ 4,600 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 2,100 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. એટલે કે, 2500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે સતત બીજી વાર ઘરેલુ ક્રૂડ ઓઈલ પરનો ટેક્સ ઘટાડ્યો છે. આ ટેક્સ શનિવારથી લાગુ થઈ ગયો છે.
આ ટેક્સ સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (એસએઇડી)ના રૂપમાં વસૂલવામાં આવે છે. ડીઝલ, પેટ્રોલ અને જેટ ઇંધણ (એટીએફ)ની નિકાસ પર એસએઇડી 'શૂન્ય' પર જાળવી રાખવામાં આવ્યો છે.
નવા દરો 17 ઓગસ્ટથી અમલમાં
સત્તાવાર સૂચનામાં કહેવામાં આવ્યું છે કે નવા દરો શનિવાર, 17 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. ભારતે સૌપ્રથમ 1 જુલાઈ, 2022ના રોજ વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ લાદ્યો હતો.

