1 ઓગસ્ટથી મોટા ફેરફાર, Payment કરતા પહેલા જાણી લો આ 5 વાતો
દર મહિનાની જેમ ઓગસ્ટ 2025માં પણ ઘણા Financial નિયમો બદલાયા છે, જે સામાન્ય માણસના ખિસ્સા

દર મહિનાની જેમ ઓગસ્ટ 2025માં પણ ઘણા Financial નિયમો બદલાયા છે, જે સામાન્ય માણસના ખિસ્સાને અસર કરશે. Credit Cardના નિયમોમાં ફેરફાર થયા, LPGની કિંમતોમાં ફેરફાર થયા તેમજ બીજી તરફ UPI સંબંધિત પણ ઘણા ફેરફારો થયા છે. આ 6 ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખશે અને તમારા બજેટને અસર કરશે. ચાલો જાણીએ આજથી કયા નિયમો બદલાયા છે.
Credit Cardમાં થયા ફેરફાર
જો તમે SBI Card હોલ્ડર્સ છો તો તમને એક મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે ઑગસ્ટથી SBIએ અનેક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ પર મળતી ફ્રી એર એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ કવરને બંધ કરવા જઈ રહી છે. અત્યાર સુધીમાં SBI-UCO બેન્ક, સેન્ટ્રલ બેન્ક, PSB, કરુર વૈશ્ય બેન્ક, અલ્હાબાદ બેન્ક સાથે મળીને કેટલાક ELITE અને PRIME કાર્ડ પર 1 કરોડ રૂપિયા અથવા 50 લાખનું કવર આપે છે.
LPGના ભાવમાં ફેરફાર
દર મહિનાની જેમ આ મહિને પણ LPG અથવા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. પહેલી ઓગસ્ટથી Oil Marketing Companys (OMCs)એ LPG સિલિન્ડરની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી છે. 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો થયો છે. નવા ભાવ 1 ઓગસ્ટથી જ લાગુ. જેનાથી હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના કારોબારીઓને રાહત મળશે.
UPIના નિયમો
1 ઓગસ્ટથી UPI સંબંધિત ઘણા નવા નિયમો લાગુ થશે. જો તમે નિયમિતપણે Paytm, PhonePe, GPay અથવા અન્ય કોઈપણ થર્ડ પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છો તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા(NPCI)એ તમારા પર દબાણ ઘટાડવા અને વધુ સારી પેમેન્ટ સુવિધાઓ પૂરી પાડવા માટે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. NPCIએ કેટલીક નવી લિમિટેશન રાખી છે, જે તમારા પેમેન્ટને અસર નહીં કરે, પરંતુ બેલેન્સ ચેક, સ્ટેટસ રિફ્રેશ અને અન્ય વસ્તુઓ પર લિમિટ લગાવે છે.
- હવે તમે એક દિવસમાં પોતાની UPI એપથી માત્ર 50 વાર જ બેલેન્સ ચેક કરી શકશો.
- હવે તમે મોબાઈલ નંબરથી લિંક બેન્ક એકાઉન્ટ્ને દિવસમાં માત્ર 25 વાર ચેક કરી શકશો.
- AutoPay ટ્રાન્ઝેક્શન જેવા નેટફ્લિક્સ અથવા મ્યુચ્યુઅલ ફંડના હપ્તા હવે માત્ર 3 સમય સ્લોટમાં પ્રોસેસ થશે. સવારે 10 વાગ્યા પહેલા, 1થી 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 વાગ્યા પછી.
- હવે તમે ફેલ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ 1 દિવસમાં માત્ર 3 વખત જ ચેક કરી શકશો અને દરેક ચેક વચ્ચે 90 સેકન્ડનું અંતર રહેશે.
ATFના ભાવમાં ફેરફાર
1 ઓગસ્ટથી Air Turbine Fuel(ATF)ના ભાવમાં પણ ફેરફાર થયો છે. કારણ કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મહિનાની પહેલી તારીખે માત્ર LPGના ભાવ જ નહીં, પરંતુ Air Turbine Fuel(ATF) ભાવમાં પણ ફેરફાર કરે છે. તેના ભાવમાં થતી વધઘટ સીધી મુસાફરોની ટિકિટના ભાવને અસર કરે છે. મળતી માહિતી મુજબ, ATFની કિંમત 92,022 પ્રતિ કિલોલીટર હતી. જેમાં 2,679 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેનાથી હવાઈ ટિકિટને અસરો થઈ શકે છે.
Bank Holidayમાં ફેરફાર
ભારતીય રિઝર્વ બેન્ક દર મહિને બેન્ક હેલિડેની યાદી બહાર પાડે છે. વીકેન્ડને છોડીને તહેવાર અને અન્ય જરૂરી તારીખો પર RBI બેન્કને બંધ કરવાનો નિર્દેશ આપે છે. જો કે, આ રજાઓ વિવિધ સ્થળોએ અલગ અલગ તારીખ પર હોય શકે છે.








