Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : A big blow of ₹2.5 lakh crore to online gaming companies! Supreme Court upholds decision to levy 28% GST

ઓનલાઈન ગેમિંગ કંપનીઓને ₹2.5 લાખ કરોડનો મોટો ફટકો! 28% GST વસૂલવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે રાખ્યો યથાવત

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
ઓનલાઈન ગેમિંગ કંપનીઓને ₹2.5 લાખ કરોડનો મોટો ફટકો! 28% GST વસૂલવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે રાખ્યો યથાવત
સોર્સ : GSTV

સુપ્રીમ કોર્ટે ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પર પાછલી તારીખ (બેક ડેટ)થી ૨૮ ટકા જીએસટી લગાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. આનાથી કંપનીઓને ૨.૫ લાખ કરોડ રૂપિયાનો મોટો ફટકો પડી શકે છે. ઓગસ્ટ, ૨૦૨૩માં જીએસટી કાઉન્સિલે સ્પષ્ટ કર્યું હતું કે ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ્સ પર લગાવવામાં આવેલી કુલ દાવની રકમ (ફેસ વેલ્યુ) પર ૨૮ ટકા જીએસટી લાગશે.

App Store

સુપ્રીમ કોર્ટે ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પર પાછલી તારીખથી જીએસટી વસૂલવાના નિર્ણયને યથાવત રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટે ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પર ૨૮% જીએસટીની પાછલી તારીખથી વસૂલાતને યોગ્ય ઠેરવતા કહ્યું કે આવો ટેક્સ લગાવવો બંધારણીય રીતે માન્ય છે. ઓગસ્ટ ૨૦૨૩માં જીએસટી કાઉન્સિલે કહ્યું હતું કે ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ્સ પર લગાવવામાં આવેલી કુલ દાવની રકમ પર ૨૮% જીએસટી વસૂલવામાં આવશે. ઘણી ગેમિંગ કંપનીઓએ આ જોગવાઈઓને પડકારતા વિવિધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. બાદમાં કેન્દ્ર સરકારની અરજી પર સર્વોચ્ચ અદાલતે નવ હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલા તમામ કેસો પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધા હતા, જેથી આ મુદ્દે અંતિમ અને અધિકૃત નિર્ણય આપી શકાય.

જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ માત્ર મધ્યસ્થી (ઇન્ટરમીડિયરી) નથી, પરંતુ તેમને જીએસટી વ્યવસ્થા હેઠળ કરપાત્ર સપ્લાયર માનવામાં આવશે. ઓનલાઇન ગેમિંગ પ્રવૃત્તિઓ જીએસટી માળખા હેઠળ સટ્ટાબાજી અને જુગારની શ્રેણીમાં આવે છે. આમાં ફેન્ટેસી સ્પોર્ટ્સ અને અન્ય ડિજિટલ રમતોનો સમાવેશ થાય છે જેમાં અનિશ્ચિત પરિણામો પર દાવ લગાવવામાં આવે છે.

કેવી રીતે બચશે ઇન્ડસ્ટ્રી?

બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પર જીએસટી લગાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આ ક્ષેત્રની કંપનીઓના માર્જિન પર દબાણ વધશે અને તેમના અસ્તિત્વ માટે ખર્ચમાં કાપ મૂકવો તેમજ બિઝનેસ મોડેલમાં ઝડપથી ફેરફાર કરવો જરૂરી બનશે.

ઓગસ્ટ, ૨૦૨૩માં જીએસટી કાઉન્સિલે સ્પષ્ટ કર્યું હતું કે ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ્સ પર લગાવવામાં આવેલી કુલ દાવની રકમ પર ૨૮ ટકા જીએસટી લાગશે. ત્યારબાદ કંપનીઓને ઓછો ટેક્સ ચૂકવવાના આરોપસર નોટિસો મળી, જેની કુલ રકમ આશરે ૧.૧૨ લાખ કરોડ રૂપિયા છે. જીએસટી કાયદા હેઠળ ટેક્સ ડિમાન્ડ પર ૧૦૦ ટકા પેનલ્ટીની જોગવાઈ છે. એટલે કે કંપનીઓની કુલ જવાબદારી (લાયબિલિટી) આશરે ૨.૫ લાખ કરોડ રૂપિયા થઈ શકે છે.

"સર્વોચ્ચ અદાલતના નિર્ણયથી ગેમિંગ ઉદ્યોગના કાનૂની અને વ્યાવસાયિક પરિદ્રશ્યને મૂળભૂત રીતે બદલી નાખ્યું છે અને ઘણી ગેમિંગ કંપનીઓ પર આની તાત્કાલિક અસર પડવાનો અંદાજ છે."

— શિવકુમાર રામજી, નાંગિયા ગ્લોબલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઇનડાયરેક્ટ ટેક્સ)

કઈ કંપનીઓ પર અસર પડશે?

નિષ્ણાતોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની અસર ડ્રીમ૧૧ (Dream11), મોબાઇલ પ્રીમિયર લીગ (MPL), ગેમ્સ ૨૪x૭ (Games 24x7) અને ડેલ્ટા કોર્પ (Delta Corp) જેવી રિયલ-મની ગેમિંગ કંપનીઓ પર પડશે. નાંગિયા ગ્લોબલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઇનડાયરેક્ટ ટેક્સ) શિવકુમાર રામજીએ જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતના નિર્ણયથી ગેમિંગ ઉદ્યોગના કાનૂની અને વ્યાવસાયિક પરિદ્રશ્યને મૂળભૂત રીતે બદલી નાખ્યું છે અને ઘણી ગેમિંગ કંપનીઓ પર આની તાત્કાલિક અસર પડવાનો અંદાજ છે.

એકેએમ ગ્લોબલના વડા (ઇનડાયરેક્ટ ટેક્સ) ઇકેશ નાગપાલનું માનવું છે કે ગેમિંગ કંપનીઓએ હવે બાકી કેસોની પતાવટ, માળખામાં ફેરફાર અથવા વ્યવસાય મર્યાદિત કરવા જેવા મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. ઈવાય ઇન્ડિયા (EY India)ના ટેક્સ પાર્ટનર સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે, દાવ પર લાગેલી સમગ્ર રકમ પર જીએસટી, તે પણ પાછલી તારીખથી લાગુ થવાને કારણે, કંપનીઓ પર ભારે નાણાકીય બોજ પડે છે અને આ બોજ ગ્રાહકો પર નાખી શકાય તેમ નથી.

બેક-ડેટથી થશે લાગુ

પ્રાઇસ વોટરહાઉસ એન્ડ કંપની એલએલપી (PwC)ના નિતિન વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે, આ નિર્ણય પૂર્વવર્તી અસરે (રેટ્રોસ્પેક્ટિવલી) લાગુ થવાનો છે, જેનાથી કંપનીઓ પર વ્યાજ અને દંડ સહિત મોટી ટેક્સ જવાબદારી ઊભી થશે અને તેમણે સપ્ટેમ્બર ૨૦૨૫થી ૪૦ ટકા જીએસટી ચૂકવવો પડશે. જીએસટીના ૨૨ સપ્ટેમ્બર ૨૦૨default૫થી લાગુ સંશોધિત દરો હેઠળ ઓનલાઇન ગેમિંગને ૪૦ ટકાના ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવ્યું છે.

જીએસટી કાઉન્સિલની સ્પષ્ટતા પહેલા, ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પ્લેટફોર્મ ફી પર ૧૮ ટકા જીએસટી ચૂકવતી હતી, જે સામાન્ય રીતે દાવ પર લગાવવામાં આવતી કુલ રકમના ૫ થી ૨૦ ટકા જેટલી જ થતી હતી.