Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : 5 Biggest Rules to Change from September 1, Effective from LPG to Cars and Airports

1 સપ્ટેમ્બરથી બદલાશે 5 મોટા નિયમો, LPGથી લઈને કાર અને એરપોર્ટ સુધી થશે અસર

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
1 સપ્ટેમ્બરથી બદલાશે 5 મોટા નિયમો, LPGથી લઈને કાર અને એરપોર્ટ સુધી થશે અસર
સોર્સ : gstv

ઓગસ્ટ મહિનો હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને 1 સપ્ટેમ્બર 2026થી દેશમાં કેટલાક મહત્વના નિયમો અને કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે. આ બદલાવની સીધી અસર સામાન્ય લોકોના ઘરખર્ચ, મુસાફરી અને વાહન ખરીદીના બજેટ પર પડી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને એર ટ્રાવેલ અને કારની કિંમત સુધીના આ ફેરફારો વિશે જાણવું જરૂરી છે.

App Store

LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર: દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (Oil Marketing Companies) LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કરે છે. 1 સપ્ટેમ્બરે પણ ઘરેલુ અને કોમર્શિયલ LPGના ભાવમાં ફેરફાર થઈ શકે છે. ઓગસ્ટમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત્ રાખવામાં આવ્યા હતા.

LPG e-KYCની સમયમર્યાદા: LPG ગ્રાહકો માટે e-KYC પણ મહત્વનું છે. IOCL, BPCL અને HPCL દ્વારા e-KYC પૂર્ણ કરવાની સમયમર્યાદા 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. સમયસર e-KYC ન કરાવનાર ગ્રાહકોને સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી અથવા અલગ કિંમતનો સામનો કરવો પડી શકે છે.

ATF, CNG અને PNGના ભાવ: મહિનાની શરૂઆતમાં Aviation Turbine Fuel (ATF)ના ભાવમાં પણ ફેરફાર થાય છે. ATF મોંઘું કે સસ્તું થવાની અસર હવાઈ મુસાફરીના ખર્ચ પર પડી શકે છે. આ ઉપરાંત CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર શક્ય છે.

Tataની કારો મોંઘી થશે: Tata Motors Passenger Vehicles Limited દ્વારા 1 સપ્ટેમ્બરથી કાર અને SUVની કિંમતોમાં ₹25,000 સુધીનો વધારો કરવામાં આવશે. આ વધારો Internal Combustion Engine (ICE) તેમજ Electric Vehicle (EV) મોડલ્સ પર લાગુ થઈ શકે છે. કયા મોડલ અને વેરિઅન્ટ પર કેટલો વધારો થશે તે અલગ રહેશે. Hyundai Motor Indiaએ પણ આ વર્ષે ત્રીજી વખત કારના ભાવ વધારવાની જાહેરાત કરી છે.

એરપોર્ટ પર મોટો ફેરફાર: વિદેશ જતાં મુસાફરો માટે પણ રાહતભર્યો ફેરફાર થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, ઇમિગ્રેશન કાઉન્ટર પર Boarding Pass પર સ્ટેમ્પ કરાવવાની જરૂર નહીં રહે. મુસાફરો મોબાઇલમાં Electronic Boarding Pass અથવા તેની પ્રિન્ટેડ કોપી બતાવીને ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

આ તમામ ફેરફારોને કારણે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સામાન્ય લોકોના ઘરગથ્થુ બજેટથી લઈને ટ્રાવેલ અને કાર ખરીદીના ખર્ચ સુધી અસર કરી શકે છે.