VIDEO: AFTER NOON NEWS/ ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન
સોર્સ : gstv
1) ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફરી એકવાર નોબેલ શાંતિ પુરસ્કાર માટે દાવો કર્યો છે તેમણે કહ્યું કે, તેમણે 8 જેટલા યુદ્ધો અને સંઘર્ષોનો ઉકેલ લાવ્યો છે.
2)પુતિનના જન્મ દિવસે યુક્રેનમાં મિસાઇલ હુમલા, 22નાં મોત
રશિયાએ યુક્રેનના રહેણાંક વિસ્તારો પર મિસાઈલ હુમલા કર્યા. કીવ સહિત 12 વિસ્તારોમાં થયેલા હુમલામાં 22થી વધુ નાગરિકોના મોત થયા અને 60થી વધુ ઘાયલ થયા. ઝેલેન્સ્કીએ એર ડિફેન્સ મિસાઈલોની મદદ માંગી.
3) બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન
જાણીતા અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવાના ડોના પાઉલાની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું અવસાન થયું હતું. ઘરે બેભાન અવસ્થામાં મળ્યા બાદ તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 45 મિનિટના પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા.
4) ચાલતી બસમાં વિદ્યાર્થિનીને ખોટી રીતે સ્પર્શ કર્યો’, કોંગ્રેસ ધારાસભ્ય પર ગંભીર આરોપ,
તેલંગાણામાં કોંગ્રેસ MLA માલેરેડ્ડી રંગા રેડ્ડી વિવાદમાં! ચાલુ સરકારી બસમાં વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તન અને ખોટી રીતે સ્પર્શ કરવાનો લાગ્યો ગંભીર આરોપ! વાયરલ વીડિયો બાદ BRS નેતા પ્રવીણ કુમારે કેસ દાખલ કરવા માંગ કરી, જ્યારે MLAએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા!
5)જૂનાગઢના ભંડુરી ફાયરિંગની ઘટના
જૂનાગઢના માળીયાહાટીનાના ભંડુરી ગામે દેશી બંદૂકથી ફાયરિંગ! બે લોકો વચ્ચેના ઉગ્ર વિવાદ બાદ ફાયરિંગ થતાં ગામમાં મચી દોડધામ! પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીઓની કરી ધરપકડ!
6) મોરબીમાં પંચાસર રોડ પર મેગા ડિમોલિશન
મોરબીના પંચાસર રોડ પર પાલિકાનું બુલડોઝર ફર્યું! સાવર તળાવના બ્યુટીફિકેશન માટે વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન! 180થી વધુ દબાણો દૂર કરી 25 હજાર સ્ક્વેર મીટર જમીન ખુલ્લી કરાવાઈ!

