VIDEO: NEWS AFTERNOON / રશિયાએ ભારતીય અબજોપતિની ફેક્ટરી પર મિસાઈલ ઝીંકી, UGC-NETના 3 પેપર રદ
રશિયાએ ભારતીય અબજોપતિની ફેક્ટરી પર મિસાઈલ ઝીંકી
રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. રશિયાના જવાબી મિસાઈલ હુમલામાં ભારતીય અબજોપતિ લક્ષ્મી મિત્તલના ગ્રુપની ફેક્ટરીને ભારે નુકસાન થતાં કામકાજ આંશિક રીતે રોકી દેવાયું છે.
બંગાળની હોટલમાં ભીષણ આગ, 6 મોત
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં વહેલી સવારે એક હોટલમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે.
UGC-NETના 3 પેપર રદ
NEET વિવાદ બાદ UGC-NET પરીક્ષામાં પણ ગરબડ સામે આવતાં NTAએ અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રના પેપર રદ કર્યા છે. હવે આ પરીક્ષાઓ 9 અને 10 સપ્ટેમ્બરે કોઈ પણ વધારાની ફી વગર ફરી લેવાશે.
અશોકધામ મંદિરમાં નાસભાગ
બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં શ્રાવણના ત્રીજા સોમવારે જલાભિષેક દરમિયાન અચાનક વીજતાર તૂટી પડતાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.
ગાંધીનગરમાં કરોડોનું જુગારધામ ઝડપાયું
ગાંધીનગરના રણાસણ સીમમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી 11 શખ્સો સહિત રોકડ અને લક્ઝુરિયસ કાર મળી કુલ ₹1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
દહેજ GIDCની કંપનીમાં આગ
ભરૂચના દહેજ GIDC વિસ્તારમાં આવેલી કંપનીમાં ઉત્પાદન દરમિયાન અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.

