Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : NEWS AFTERNOON / Iran blasted Trump's joke on Hormuz issue, fierce fire in Kolkata hotel, three youths died after drinking duplicate liquor

VIDEO: NEWS AFTERNOON / હોર્મુઝ મુદ્દે ઈરાને ઉડાવી ટ્રમ્પની મજાક, કોલકાતાની હોટલમાં ભીષણ આગ, ડુપ્લિકેટ દારૂ પીવાથી ત્રણ યુવકોના મોત

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સેન્ટ્રલ આફ્રિકામાં સોનાની ખાણ ધસી પડતાં ૩૦ના મોત

App Store

સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકના નાન-મામ્બેરેમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં આધુનિક સુરક્ષા સાધનોના અભાવે સોનાની ખાણ ધસી પડતાં ૩૦ ખનિકોના મોત થયા છે. કાટમાળ હટાવી ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હાલ બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

હોર્મુઝ મુદ્દે ઈરાને ઉડાવી ટ્રમ્પની મજાક

હોર્મુઝની સામુદ્રધુની પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રમ્પના દાવા પર વળતો પ્રહાર કરતાં ઈરાની સુરક્ષા અધિકારી મોહસેન રેઝાઈએ મજાક ઉડાવી છે કે આ જળમાર્ગ ઈરાનનો જ રહેશે અને અમેરિકા ૭,૦૦૦ માઈલ દૂર બેસીને માત્ર હવાઈ સપના જોઈ રહ્યું છે.

કોલકાતાની હોટલમાં ભીષણ આગ

કોલકાતાની મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ પર આવેલી હોટલમાં વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં ૯ બાંગ્લાદેશી નાગરિકો જીવતા ભૂંજાયા છે, જ્યારે ૬ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે અને ફોરેન્સિક ટીમ દ્વારા આગ લાગવાનું કારણ શોધવા તપાસ હાથ ધરાઈ છે.

 આઝમ ખાનના ૧૦ ઠેકાણાં પર ઈડીના દરોડા

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. જૌહર યુનિવર્સિટીના નિર્માણમાં કાળા નાણાંના ઉપયોગ મામલે આજે વહેલી સવારથી રામપુર, સહારનપુર અને દિલ્હી સહિત તેમના ૧૦ સ્થળો તેમજ ટ્રસ્ટ અને યુનિવર્સિટી પર EDના દરોડા ચાલી રહ્યા છે.

બારડોલી સુગર મિલમાં 10 વર્ષ બાદ શાસન બદલાયુ

સુરતની ઐતિહાસિક બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. છેલ્લા ૧૦ વર્ષથી સત્તા પર રહેલી ભાજપપ્રેરિત ‘સહકાર પેનલ’નો કારમો પરાજય થયો છે અને ‘કિસાન પરિવર્તન પેનલ’નો મોટા મતોના અંતરથી ઝળહળતો વિજય થયો છે.

વઢવાણમાં ૫ સરકારી શાળાઓને તાળાં

સુરેન્દ્રનગરના વઢવાણમાં જર્જરિત ઓરડા અને સુવિધાઓના અભાવે પાંચ સરકારી શાળાઓને મર્જ કરી તાળાં મારી દેવાતાં ગરીબ બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ સ્થળ મુલાકાત લઈ આ મામલે શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરવાની અને ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપી છે.

ડુપ્લિકેટ દારૂ પીવાથી ત્રણ યુવકોના મોત

ભાવનગરના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ 4 યુવકોની તબિયત લથડી હતી. 35 વર્ષીય ઉપેન્દ્રસિંહ ગોહિલનું નિધન થયું છે, જ્યારે અન્ય 3 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લા પોલીસવડાએ સ્પષ્ટતા કરી કે આ લઠ્ઠાકાંડ નથી, પરંતુ રોયલ સ્ટેગ બ્રાન્ડનો ડુપ્લિકેટ દારૂ પીવાથી આ દુર્ઘટના બની છે. પોલીસે ગુનો નોંધી ડુપ્લિકેટ દારૂના સપ્લાયરની તપાસ શરૂ કરી છે.