VIDEO: MORNING BULLETIN / સુરત ડિમોલિશન કેસમાં હાઈકોર્ટ લાલઘૂમ, લાલ સાગરમાં AIથી મોટો ખેલ: પોર્ટ મોખા પર કબજો
BRICS સમિટમાં નવી દિલ્હી ડિક્લેરેશન સર્વસંમતિથી પાસ
નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટમાં ઐતિહાસિક 'નવી દિલ્હી ડિક્લેરેશન' સર્વસંમતિથી પસાર કરાયું છે. જેમાં ગ્લોબલ ટ્રેડને નુકસાન પહોંચાડતા એકતરફી ટેરિફ અને નિયમોનું ઉલ્લંઘન કરતા આર્થિક પ્રતિબંધો સામે બ્રિક્સ દેશોએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે.
લાલ સાગરમાં AIથી મોટો ખેલ: પોર્ટ મોખા પર કબજો
મિડલ ઈસ્ટમાં હોર્મુઝ બાદ હવે લાલ સાગર મોટું યુદ્ધમેદાન બન્યો છે. હૂતી વિદ્રોહીઓએ યમની સુરક્ષા દળના જનરલનો અવાજ ક્લોન કરીને સેનાને પાછળ હટવાનો ખોટો આદેશ આપ્યો અને સાઉદી અરેબિયાના નિયંત્રણ હેઠળના વ્યૂહાત્મક પોર્ટ મોખા પર કબજો જમાવી લીધો છે.
સુરત ડિમોલિશન કેસમાં હાઈકોર્ટ લાલઘૂમ
સુરતના નાસીરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે તંત્રનો આકરો ઉધડો લીધો છે. પીડિતોને અપાયેલી જર્જરિત વૈકલ્પિક વ્યવસ્થા અને કોર્પોરેશનના અસંતોષકારક જવાબ સામે કોર્ટે કડક સવાલો કરી એડવોકેટ જનરલની ગેરહાજરી અંગે પણ ભારે નારાજગી વ્યક્ત કરી છે.
ગુજરાતમાં 3 દિવસ મેઘતાંડવની આગાહી
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડ તેમજ ઓરેન્જ ઍલર્ટ જાહેર કરી નાગરિકોને સાવચેત રહેવા ચેતવણી આપી છે.
નોરતા નગરી ગરબા વિવાદમાં નવો વળાંક
કિર્તીદાન ગઢવી ગ્રુપ સામે નોરતા નગરી ગરબા કેસમાં વકીલ કિશન ચકવાવાલાએ મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે દર્શન શાહ ભાગીદાર જ નથી, તેમનું નામ ખોટી રીતે સંડોવાયું છે. પાસ વેચાણ અને કરોડોની ઉચાપતના આક્ષેપો નકારી આ મામલે હવે હાઈકોર્ટમાં ધા નાખવામાં આવશે.

