VIDEO: AFTERNOON NEWS/ સાઉદીના રિયાધ એરપોર્ટ પર હુથીઓનો પ્રચંડ હુમલો, અમેરિકાએ પ્રતિબંધો ઉઠાવ્યા
સોર્સ : gstv
1) સાઉદીના રિયાધ એરપોર્ટ પર હુથીઓનો પ્રચંડ હુમલો, 12ના મોત
સાઉદી અરેબિયાની રાજધાની રિયાદના કિંગ ખાલિદ એરપોર્ટ પર હુથી બળવાખોરોનો ભીષણ હુમલો! શનિવારે થયેલા આ મિસાઈલ અને ડ્રોન હુમલામાં ટર્મિનલ-૩ અને ૪ ને નિશાન બનાવાયા. દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત થયા છે અને ૩૦૯ થી વધુ ઘાયલ છે."
2) અમેરિકાએ પ્રતિબંધો ઉઠાવ્યા : ડીઝલ માટે પુતિન સાથે કરાર
અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પે વૈશ્વિક બજારો માટે રશિયન ડીઝલ પરના પ્રતિબંધો ઉઠાવી લીધા છે! મધ્યવર્તી ચૂંટણી પહેલાં ઈંધણના ભાવ ઘટાડવા માટે ટ્રમ્પે રશિયા પાસેથી તાત્કાલિક ૩ લાખ ટન ડીઝલ ખરીદવાની જાહેરાત કરી છે, જે ક્રમશઃ વધારીને લાખો ટન સુધી પહોંચાડવામાં આવશે."
3)સીજેપી નેતા અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને કોર્ટમાં હાજ
દિલ્હી પોલીસ તરફથી એવા અહેવાલ છે કે સીજેપી નેતા અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. ત્રણેયને એસીએમ સામે રજૂ કરાયા છે.
4)કોલકાતામાં દુર્ગાપૂજાના ઉત્સવની શરૂઆત
પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઈડન ગાર્ડન્સ ખાતે દુર્ગાપૂજાના પ્રારંભ નિમિત્તે ભવ્ય મહાલયાની ઉજવણી યોજાઈ હતી! રાજ્યપાલ આર.એન. રવિ અને મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ સાથે જ બંગાળમાં મા દુર્ગાના આગમનને આવકારવાની તૈયારીઓએ જોર પકડ્યું છે."
5) સુરેન્દ્રનગરમાં વૃદ્ધ પેન્શન માટે વડીલો ભારે હાલાકીમાં
"સુરેન્દ્રનગર અને વઢવાણ મામલતદાર કચેરીની લાપરવાહીથી વૃદ્ધો હાલાકીમાં! હયાતીનું ફોર્મ ન ભરાયાનું કારણ ધરી અનેક વડીલોનું પેન્શન અચાનક બંધ કરી દેવાતા, ગ્રામ્ય વિસ્તારોના વૃદ્ધો ભાડું ખર્ચીને ધક્કા ખાવા મજબૂર બન્યા છે."
6)ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન અને બે પાલિકામાં ચૂંટણીનો મહાસંગ્રામ
ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો પર આજે મતદાન. 1.32 લાખ પુરુષ અને 1.27 લાખ મહિલા મતદારો 130 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. ભાજપ, કોંગ્રેસ, AAP સહિતના ઉમેદવારો મેદાનમાં છે. ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજાશે.

