VIDEO: AFTERNOON BULLETIN / અમેરિકા અને ઈરાન વચ્ચે 'તેલ યુદ્ધ' ફરી શરૂ, અમેરિકાનો હોર્મુઝ પર કબ્જાનો દાવો, સપા 'વાદળી' અવતારમાં જોવા મળશે
સોર્સ : gstv
1) અમેરિકા અને ઈરાન વચ્ચે 'તેલ યુદ્ધ' ફરી શરૂ
અમેરિકા અને ઈરાન વચ્ચે 'તેલ યુદ્ધ' ભડક્યું છે. અમેરિકન સેનાએ ઈરાનના 5 તેલ ટેન્કરોનો નાશ કરતા પરિસ્થિતિ વધુ ભયાનક બની છે.
2) હોર્મુઝમાં ઈરાનનું કોઈ નિયંત્રણ નથી- અમેરિકા
Uઅમેરિકાએ દાવો કર્યો છે કે હોર્મુઝ પર સંપૂર્ણપણે અમારું નિયંત્રણ છે. ઇરાન વહાણોના જવા માટે જે ઝોનની વાતો કરે છે તે ફક્ત વાતો છે, અમેરિકન નેવીએ હોર્મુઝમાંથી સુરંગો દૂર કરી દીધી છે
3) સપા 'વાદળી' અવતારમાં કેમ જોવા મળશે?
ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ લાલ-લીલા રંગની સાથે હવે વાદળી ગમછામાં જોવા મળતા રાજકીય સમીકરણો બદલાવાની ચર્ચા શરૂ થઈ છે.
4) શું વિજય થલાપતિની સરકાર પડી જશે?
થલાપતિ વિજયની મુશ્કેલીઓ વધશે. તમિલનાડુમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની સરકાર સામે વિરોધીઓ એક થઈ રહ્યા છે. AIADMK એ TVKનો સામનો કરવા DMK સહિતના અન્ય પક્ષોને સાથે આવવા આહવાન કર્યું છે.
5) ખાંડ, ડુંગળી અને ખાદ્ય તેલ બાદ લીંબુના ભાવમાં ભડકો
ખાંડ, ડુંગળી અને ખાદ્યતેલ સહિતની વસ્તુઓ બાદ હવે લીંબુના ભાવ પણ ભડકે બળ્યા છે.શહેરની છૂટક બજારમાં રૂ. 120ના કિલો મળતા લીંબુના આજે 240થી 260 પર પહોંચ્યા છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ વધતા હોય છે. પરંતુ આ વખતે ચોમાસામાં વધેલા ભાવે આશ્ચર્ય સર્જ્યું
6) મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ રાખશો તો સમચાલકને થશે દંડ
ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પૂર્વ મંજૂરી વગર ચાલતી કે અચાનક બંધ કરી દેવાતી સ્કૂલોના સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે. વિધાનસભામાં આ અંગેનો નવો સુધારા વિધેયક બિલ રજૂ કરાશે.

