VIDEO: AFTERNOON BULLETIN / ઈરાનનો USના લશ્કરી થાણા પર હુમલો, US ડ્રોન સબમરીન ઈરાને કરી જપ્ત, પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધવાની શક્યતા
સોર્સ : gstv
1) ઈરાનનો યુએસના લશ્કરી થાણા પર હુમલો
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ ભયાનક બન્યું! જોર્ડનમાં US સૈન્ય એરબેઝ પર ઈરાને રાતોરાત કર્યા મિસાઈલ અને ડ્રોન હુમલા. રિપોર્ટ મુજબ, અમેરિકાના 8 ફાઈટર જેટ અને હેલિકોપ્ટર થયા ડેમેજ! શું આ ઈરાનનો સૌથી ઘાતક બદલો છે?"
2) યુએસ ડ્રોન સબમરીન ઈરાને કરી જપ્ત
"ખાડી યુદ્ધ પાર્ટ-ટુ શરૂ! અમેરિકાએ ઈરાનના 5 ઓઈલ ટેન્કરો ડૂબાડ્યા, તો ઈરાને વળતો પ્રહાર કરી 10 જહાજો પર હુમલો કર્યો! જોર્ડનમાં US બેઝને નુકસાન પહોંચાડી અમેરિકાની કરોડોની ડ્રોન સબમરીન પણ જપ્ત કરી લીધી!"
3) પીએમ મોદીએ મંત્રીઓનો કલાસ લીધો
12 વર્ષમાં બીજી વખત! PM મોદીએ રાજ્ય કક્ષાના મંત્રીઓનો 3 કલાક સુધી કલાસ લીધો. કહ્યું"સેક્રેટરીઓએ આપેલા આંકડાનું રટણ બંધ કરો!"PM મોદીએ સ્પષ્ટ કહ્યું—આંકડા છોડો, વિકસિત ભારત માટે તમારા પોતાના વિચારો અને ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા રજૂ કરો!
4) પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધવાની શક્યતા
પશ્ચિમ એશિયામાં તંગદિલી વચ્ચે ક્રૂડ ઓઇલ ૧૦૦ ડોલરે પહોંચતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનું સંકટ! ઓઇલ કંપનીઓને હવે પેટ્રોલ પર લિટરે ₹૫ અને ડીઝલ પર ₹૨૩નું મોટું નુકસાન, જ્યારે એલપીજી સિલિન્ડર પર પ્રતિ બોટલ ૨૦૦ની ખોટ!
5 )ગોંડલના લોકમેળામાં છરાબાજી
ગોંડલના આઈકોનિક લોકમેળામાં છરાબાજીથી ભારે ચકચાર! હિચકારા હુમલામાં સ્ટોલ સંચાલકનું મોત, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત. ઘટના બાદ ભાગી રહેલા આરોપીને ગોંડલ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો!
6) ગાંધીનગરના કુડાસણમાં સ્લેબ ધરાશાયી
ગાંધીનગરના કુડાસણમાં ‘બોસકી ધ એમ્પાયર’ સાઈટ પર સ્લેબ ધરાશાયી! કાટમાળ નીચે દટાયેલા ૧૫ શ્રમિકોને SDRF અને NDRFની ટીમોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરી ઉગારી લીધા. સમયસરની કામગીરીથી મોટી જાનહાનિ ટળી, તમામ ઈજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ!

