VIDEO: AFTER NOON NEWS/ PM મોદીના વિચારના આધારે યુક્રેન યુદ્ધનો અંત આવી શકે, પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કરનાર કો-પાયલટ કસ્ટડીમાં
સોર્સ : gstv
1) વડાપ્રધાન મોદીના વિચારના આધારે યુક્રેન યુદ્ધનો અંત આવી શકે છે- રાષ્ટ્રપતિ પુતિન
રાષ્ટ્રપતિ પુતિને ખુદ કહ્યું કે, યુક્રેન યુદ્ધ પૂરું કરવા માટે પીએમ મોદી પાસે સૌથી સચોટ વિચારો છે."PM મોદી યુદ્ધનો અંત લાવવામાં ઊંડો રસ ધરાવે છે.
2) પ્લેન ક્રેશ કરવાનો પ્રયાસ કરનાર કો-પાયલટ UAEની કસ્ટડીમાં
સાઉદી અરેબિયાએ ફ્લાયદુબઈની ફ્લાઇટ નંબર FZ1073 ના ઓમાની સહ-પાયલટને UAEને સોંપી દીધા છે. સહ-પાયલટ પર આરોપ છએ કે ઉડાન દરમિયાન કોકપિટમાં કેપ્ટન પર હુમલો કર્યો હતો અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
3) સીઈસી ભાજપના એજન્ટ હતા, છે અને રહેશે - કોંગ્રેસ
૧૦ મહિનામાં ૧૪ આદેશો સામે સુપ્રીમ કોર્ટમાં નવી અરજીઓ થઈ છે. કોંગ્રેસનો સીધો આરોપ - CEC ભાજપના એજન્ટની જેમ કામ કરી રહ્યા છે! દેશમાં ચૂંટણીઓ જીતવા માટે મતદાર વ્યવસ્થા પર કબજો કર્યો છે કોંગ્રેસનો ગંભીર આરોપ
4)તીરંદાજીમાં ચોથો સુવર્ણ ચંદ્રક: મહિલા રિકર્વ ટીમે ઈતિહાસ રચ્યો
"મહિલા રિકર્વ તીરંદાજીમાં ભારતીય ત્રિપુટીએ પ્રબળ દાવેદાર દક્ષિણ કોરિયાને 5-3થી હરાવીને દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ!" અંકિતા, કીર્તિ અને કુમકુમની ટીમે દમદાર પ્રદર્શન કર્યું
5) અરવલ્લી જિલ્લામાં ૧૦ દિવસમાં ફાયરિંગની બીજી મોટી ઘટના
માલપુરના મોરડુંગરી નજીક પોશડોડા ભરેલી ફોર્ચ્યુનરને રોકતાં આરોપીઓએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. જવાબમાં LCB પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી અને તેને ઝડપી પાડ્યો. જ્યારે પોલીસકર્મીઓને પણ ઈજાઓ થઈ હતી.
6) બહુચરાજી મંદિરમાં નવ નિર્માણ કાર્યમાં ગેરરીતિનો આરોપ
નવા મંદિરના બંસી પહાડના લાલ પથ્થરોમાં તૂટેલા અને ખંડિત પથ્થરોનો ઉપયોગ કરાયાનો આક્ષેપ. ફરિયાદ બાદ ધારાસભ્ય સુખાજી ઠાકોરે સ્થળ મુલાકાત લઈ કડક વલણ અપનાવ્યું“રિપેરિંગ નહીં, નવો પથ્થર જ લગાવો!”સમગ્ર કામગીરી પર ચાંપતી દેખરેખ રાખવા કડક આદેશ આપ્યા છે

