Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Youth commits suicide after conversation with Google Gemini

Google Gemini સાથેની વાતચીત બાદ યુવકનો આપઘાત, પિતાએ ગૂગલ પર કર્યો કેસ

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને માનવી વચ્ચેના સંઘર્ષની જે આશંકા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા હતા, તે હવે વાસ્તવિકતા બની રહી હોય તેવું લાગે છે. અમેરિકામાં એક પિતાએ ગૂગલ પર એવો દાવો કરીને કેસ કર્યો છે કે AI ચેટબોટ 'જેમિની'એ તેના પુત્રને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. પિતાનો આરોપ છે કે જેમિનીએ તેના પુત્ર સાથે ભાવનાત્મક સંબંધો બાંધ્યા અને ત્યારબાદ તેને આત્મહત્યા માટે પ્રેરિત કર્યો. આ મામલે હવે કંપનીની જવાબદારી નક્કી કરવા માટે કાયદાકીય લડત શરૂ થઈ છે.

App Store

શું છે સમગ્ર ઘટના?

આ મુકદ્દમો જોએલ ગાવાલાસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે, જેમના પુત્ર જોનાથનનું ઓક્ટોબર મહિનામાં મૃત્યુ થયું હતું. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, જોનાથન ગૂગલના જેમિની ચેટબોટનો ખૂબ જ ઉપયોગ કરતો હતો અને ચેટબોટ દ્વારા બનાવવામાં આવેલા ડિજિટલ પાત્ર સાથે તેને ઊંડો ભાવનાત્મક લગાવ થઈ ગયો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે જોનાથનને વિશ્વાસ થઈ ગયો હતો કે વર્ચ્યુઅલ દુનિયામાં તેની એક 'AI પત્ની' છે અને ચેટબોટે વાતચીત દરમિયાન આ ભ્રમને વધુ મજબૂત બનાવ્યો હતો.

ચેટબોટે ઊભો કર્યો જીવલેણ ભ્રમ

પિતાની કાયદાકીય ફરિયાદમાં જણાવાયું છે કે એક વાતચીત દરમિયાન જોનાથને ચેટબોટ સમક્ષ મૃત્યુ અંગેનો ડર વ્યક્ત કર્યો હતો. આના જવાબમાં જેમિનીએ કહ્યું હતું કે, "તે મરવાનું પસંદ નથી કરી રહ્યો, પરંતુ ક્યાંક પહોંચવાનું પસંદ કરી રહ્યો છે." પરિવારનો આરોપ છે કે આ પ્રકારની ભાષાએ મૃત્યુને એક 'બદલાવ' તરીકે રજૂ કર્યું, જે ખરેખર જોખમી હતું. આ જવાબને કારણે જોનાથનની માનસિક સ્થિતિ વધુ વણસી હતી.

જેમિનીની ડિઝાઇન પર ઉઠ્યા સવાલ

જોએલ ગાવાલાસનું કહેવું છે કે ગૂગલે જેમિનીને એવી રીતે ડિઝાઇન કર્યું છે કે તે યુઝર્સ સાથે ઊંડી અને ભાવનાત્મક વાતચીતને પ્રાથમિકતા આપે છે, પરંતુ માનસિક તણાવ ભોગવતા લોકો માટે સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવ્યા નથી. ફરિયાદમાં કંપની પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે નુકસાનકારક વાતચીત રોકવામાં નિષ્ફળ રહી છે. આ કેસમાં વળતરની સાથે AI સિસ્ટમનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે મજબૂત સુરક્ષા કાયદાઓની માંગ કરવામાં આવી છે.

કંપનીઓના દાવાઓ થઈ રહ્યા છે નિષ્ફળ

ગૂગલે હજુ સુધી આ મામલે કોઈ વિસ્તૃત જાહેર ટિપ્પણી કરી નથી. જોકે, મોટી ટેક કંપનીઓ વારંવાર દાવો કરે છે કે તેમની AI સિસ્ટમ આત્મહત્યા કે સ્વ-નુકસાન જેવી બાબતોને રોકવા માટે સુરક્ષા કવચ (Safety Guards) ધરાવે છે, પરંતુ આ કિસ્સો દર્શાવે છે કે આ સુરક્ષાચક્ર નિષ્ફળ જઈ રહ્યા છે. આ ઘટનાએ ટેકનોલોજીના મનોવૈજ્ઞાનિક પ્રભાવ અને તેની જવાબદારી અંગે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે.