Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : When and how did the feature 'cruise control' that changed the world of driving come into existence?

Auto News: ડ્રાઈવિંગની દુનિયા બદલનાર ફિચર 'ક્રૂઝ કંટ્રોલ' ક્યારે અને કેવી રીતે આવ્યું અસ્તિત્વમાં? આ કંપનીએ કર્યો હતો સૌપ્રથમ ઉપયોગ

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Auto News: ડ્રાઈવિંગની દુનિયા બદલનાર ફિચર 'ક્રૂઝ કંટ્રોલ' ક્યારે અને કેવી રીતે આવ્યું અસ્તિત્વમાં? આ કંપનીએ કર્યો હતો સૌપ્રથમ ઉપયોગ
સોર્સ : GSTV

ક્રૂઝ કંટ્રોલ એ એક એવી ટેકનોલોજી છે જે ગાડીને નિશ્ચિત ઝડપે ચલાવવાની સુવિધા આપે છે. આજકાલ આ ફીચર મોટાભાગની ગાડીઓમાં જોવા મળે છે. પરંતુ આ સિસ્ટમની શોધ કરનાર વ્યક્તિ અંધ હતા અને તેમના વકીલના ડ્રાઈવિંગથી ખૂબ ત્રાસી ગયા હતા.

App Store

આજની આધુનિક કારોમાં ક્રૂઝ કંટ્રોલ ફીચર હોય જ છે. આ ફીચરની મદદથી ગાડીને સતત એક્સેલરેટર દબાવ્યા વગર નિશ્ચિત ઝડપે ચલાવી શકાય છે. એટલે કે તે એક ઝડપને લોક કરી દે છે. આનો સૌથી મોટો ફાયદો હાઈવે પર થાય છે, જ્યાં ગાડીને એક નિશ્ચિત ઝડપે સતત ચલાવી શકાય છે. ક્રૂઝ કંટ્રોલ તમારી ગાડીને નિયંત્રિત કરે છે જ્યાં સુધી તમે બ્રેક, ક્લચ દબાવો નહીં કે ક્રૂઝ કંટ્રોલ બંધ ન કરો. આ એક અદ્ભુત ફીચર છે, પરંતુ તેનાથી પણ વધુ રસપ્રદ છે તેને બનાવનારની કહાની

વકીલના ડ્રાઈવિંગથી પરેશાની

રાલ્ફ ટીટર એક અમેરિકન મિકેનિકલ ઈજનેર હતા. 5 વર્ષની ઉંમરે એક અકસ્માતમાં આંખોની રોશની ગુમાવી દીધી હતી. તેઓ ડ્રાઈવિંગ કરી શકતા ન હતા, અને આ જ કારણે તેમને ક્રૂઝ કંટ્રોલ બનાવવાનો વિચાર આવ્યો. 1940ના દાયકામાં તેઓ અવારનવાર તેમના વકીલ હેરી લિન્ડસે સાથે મુસાફરી કરતા હતા. હેરી કામમાં તો ખૂબ સારા હતા, પરંતુ ડ્રાઈવિંગમાં ખૂબ ખરાબ. જ્યારે હેરી બોલતા, ત્યારે અજાણતા તેમનો પગ એક્સેલરેટર પર વધુ દબાઈ જતો. અને જ્યારે તેઓ બોલવાનું બંધ કરતા, ત્યારે એક્સેલરેટરમાંથી પગ ઉઠાવી લેતા. આ સતત ઝડપ ઘટવા-વધવાથી ટીટરને ખૂબ તકલીફ થતી હતી.

રાલ્ફ એક ઈનવેંન્ટર હોવા ઉપરાંત સમસ્યાનું નિરાકરણ કરનાર પણ હતા. ગાડીની ધીમી અને ઝડપી ગતિથી ત્રાસીને, ટીટરે એક એવું ઉપકરણ બનાવવાનું વિચાર્યું જે ડ્રાઈવરનું ધ્યાન ભટકે તો પણ થ્રોટલ (ઝડપ)ને આપમેળે નિયંત્રિત કરી શકે અને એક સ્થિર ગતિ જાળવી રાખે. 1940ના દાયકામાં આ વિચાર ખૂબ અનોખો હતો, કારણ કે તે સમયે ગાડીઓમાં સેફ્ટી ફીચર્સ પણ નહોતા. ગાડી એ માત્ર એક વાહન હતું, જે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદ કરતું.

તેમણે સ્પીડ-કંટ્રોલ ડિવાઈસ પર કામ શરૂ કર્યું. 1945માં તેમણે આ ટેકનોલોજી માટે પ્રથમ પેટન્ટ ફાઈલ કર્યું. 1948માં તેને ‘સ્પીડોસ્ટેટ’ નામે સત્તાવાર રીતે પેટન્ટ કરાવ્યું. 1950માં તેને મંજૂરી મળી. તે સમયે ઈલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ નહોતું, તેથી આ સિસ્ટમ સંપૂર્ણપણે મિકેનિકલ અને વેક્યૂમ ડ્રિવન હતી. આ ટેકનોલોજી ગાડીના ડ્રાઈવશાફ્ટ સાથે જોડાયેલા ફરતા શાફ્ટ, એક સ્પ્રિંગ અને થ્રોટલ સાથે જોડાયેલા ડાયાફ્રામથી ચાલતી હતી. જ્યારે ગાડી નિર્ધારિત ઝડપથી આગળ કે પાછળ જતી, ત્યારે આ સિસ્ટમ થ્રોટલને એડજસ્ટ કરીને પસંદ કરેલી ઝડપ પર પાછી લાવતી.

ઓટો-પાયલટથી ક્રૂઝ કંટ્રોલ 
 
વર્ષો સુધી આ ટેકનોલોજીમાં સુધારા બાદ, 1958માં ટીટરનું આ ડિવાઈસ જાહેર જનતા માટે ઉપલબ્ધ થયું. ક્રાઈસ્લર (એક કાર કંપની)એ આ ટેકનોલોજીને "ઓટો-પાયલટ" નામે ઈમ્પીરિયલ મોડેલમાં રજૂ કરી. આમાં ડ્રાઈવર પોતાની મરજીથી ઝડપ નક્કી કરી શકતો અને ગાડી તે ઝડપને જાળવી રાખતી. આનાથી લાંબા હાઈવે રૂટ પર થાક નહોતો લાગતો. આ ટેકનોલોજીને તે સમયે સફળતા પણ મળી. ક્રાઈસ્લરે ટૂંક સમયમાં આને અન્ય મોડેલોમાં પણ આપવાનું શરૂ કર્યું. બાદમાં આ ટેકનોલોજીને ક્રૂઝ કંટ્રોલ નામ આપવામાં આવ્યું.

આજે ક્રૂઝ કંટ્રોલ ટીટરના મૂળ ડિઝાઈનથી ઘણું આગળ નીકળી ગયું છે. હવે ગાડીઓમાં રડાર, કેમેરા અને ECUની મદદથી ક્રૂઝ કંટ્રોલ ટેકનોલોજી કામ કરે છે. છતાં આ ટેકનોલોજીમાં ટીટરની ઝલક જોવા મળે છે, જેમણે ડ્રાઈવિંગ અનુભવની સાથે પેસેન્જર સીટ પર બેઠેલી વ્યક્તિના આરામ વિશે પણ વિચાર્યું.