New Year 2026 પહેલા WhatsAppનો મોટો ધમાકો! એપ્લીકેશન પર આવ્યા નવા સ્ટીકર અને સ્ટેટસ એનિમેશન

WhatsApp એ ન્યુ યાર 2026 માટે મોટી તૈયારીઓ કરી છે. નવા વર્ષ દરમિયાન મેસેજિંગ એપ પર નવા સ્ટીકર, નવી વીડિયો કોલ ઈફેક્ટ્સ અને સ્ટેટસ માટે એક નવું લેઆઉટ જોવા મળશે. WhatsApp એ નવા સ્ટીકર અને એનિમેશન જારી કર્યા છે.
અન્ય દિવસોની સરખામણીમાં નવા વર્ષના 24 કલાક દરમિયાન WhatsAppનો ઉપયોગ વધુ જોવા મળે છે. કંપનીએ પોતે જ તેના સત્તાવાર પેજ પર આ માહિતી શેર કરી છે.
મેસેજ, વીડિયો અને વોઈસ કોલનો ઉપયોગ થાય છે
WhatsApp પર વિશ્વભરમાં દૈનિક એવરેજ 100 અબજ મેસેજ અને આશરે 2 અબજ કોલ્સનો ઉપયોગ થાય છે. નવા વર્ષના દિવસે આ સંખ્યા નોંધપાત્ર રીતે વધે છે. આ સમય દરમિયાન પર્સનલ મેસેજ, ગ્રુપ મેસેજ, વીડિયો કોલ્સ અને વોઈસ કોલની સંખ્યા પણ વધે છે.
દરેક વ્યક્તિ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે. નવા વર્ષને ધ્યાનમાં રાખીને WhatsApp એ નવા ફીચરની જાહેરાત કરી છે. ચાલો તેમના વિશે જણાવીએ.
2026 સ્ટીકર પેક
નવા વર્ષને ધ્યાનમાં રાખીને કંપનીએ એક નવું સ્ટીકર પેક રજૂ કર્યું છે. તમે આ સ્ટીકર્સનો ઉપયોગ તમારી ચેટમાં દરેકને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે કરી શકો છો.
વીડિયો કોલ્સ પર મળશે નવી ઈફેક્ટ્સ
નન્યુ યર 2026 માટે યુઝર્સને વીડિયો કોલ્સ દરમિયાન કેટલીક નવી ઈફેક્ટ્સ જોવા મળશે. આમાં ફાયરવર્ક્સ, સ્ટાર એનિમેશન અને અન્ય એનિમેશન શામેલ છે.
WhatsApp સ્ટેટસ માટે નવા સ્ટીકર
જો તમે ન્યુ યર 2026 માટે WhatsApp સ્ટેટસ સેટ કરો છો, તો તમને નવા સ્ટીકર્સ દેખાશે. આમાં એનિમેશન સ્ટીકર્સ સાથે 2026 માટે લેઆઉટ શામેલ છે.
WhatsApp ગ્રુપ ચેટ્સ પર નવા સ્ટીકર
તમે WhatsApp પહેલાથી જ ઉપલબ્ધ ફીચરનો નવા વર્ષ પર સરળતાથી ઉપયોગ કરી શકો છો અને તમારી પાર્ટી અથવા ઈવેન્ટનું આયોજન કરી શકો છો. તમે WhatsApp ગ્રુપ્સ પર ઈવેન્ટ્સ બનાવી શકો છો અને મેસેજ પિન કરી શકો છો. તમે કોઈ વિષય પર દરેકના અભિપ્રાય મેળવવા માટે પોલ પણ બનાવી શકો છો. લાઈવ લોકેશન ફીચર પણ તમને નવા સ્થળો શોધવામાં મદદ કરશે.

