મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Battery Saving Tips: ફોનમાં આ 5 સેટિંગ્સ તાત્કાલિક બદલો, બેટરી ચાલશે લાંબા સમય સુધી

સ્માર્ટફોન યુઝર્સની સૌથી મોટી સમસ્યા એ છે કે મોબાઈલની બેટરી લાંબા સમય સુધી ચાલતી નથી. એક સમય હતો જ્યારે કીપેડ ફોન હતા, જે ચા

Battery Saving Tips: ફોનમાં આ 5 સેટિંગ્સ તાત્કાલિક બદલો, બેટરી ચાલશે લાંબા સમય સુધી

સ્માર્ટફોન યુઝર્સની સૌથી મોટી સમસ્યા એ છે કે મોબાઈલની બેટરી લાંબા સમય સુધી ચાલતી નથી. એક સમય હતો જ્યારે કીપેડ ફોન હતા, જે ચાર્જ કર્યા વિના પણ 2-3 કલાક ચાલતા હતા, પરંતુ આજકાલ મોટાભાગના એન્ડ્રોઈડ ફોન ચાર્જ કર્યા વિના એક દિવસ પણ ચાલી શકતા નથી. જોકે, કેટલીક સેટિંગ્સ બદલીને, તમે તમારા ફોનની બેટરી લાઈફ વધારી શકો છો. અહીં જાણો ફોનની બેટરી લાંબા સમય સુધી ચાલે તે માટે કઈ ટિપ્સ અપનાવવી પડશે.

ઓલવેઝ ઓન ડિસ્પ્લે બંધ કરો


જ્યારે તમારો ફોન લોક હોય અને સ્ક્રીન પર સમય કે નોટિફિકેશન દેખાય, ત્યારે સમજો કે ઓલવેઝ ઓન ડિસ્પ્લે ચાલુ છે. આ ફીચર અદ્ભુત છે, પરંતુ તે બેટરી ઝડપથી ખતમ કરે છે. કંપનીઓ કહે છે કે આ ફીચર દર કલાકે 1-2 ટકા બેટરી વાપરે છે, જોકે તે આનાથી વધુ હોઈ શકે છે. તેને બંધ કરવા માટે સેટિંગ્સમાં જાઓ અને 'લોક સ્ક્રીન' અથવા 'ડિસ્પ્લે' સેક્શનમાં જાઓ અને 'ઓલવેઝ-ઓન ડિસ્પ્લે' બંધ કરો.

ડાર્ક મોડ ચાલુ કરો


બેટરી બચાવવા માટે તમારા ફોનમાં ડાર્ક મોડ ચાલુ રાખો, તેને ચાલુ રાખવાથી, સ્ક્રીનના પિક્સેલ ઓછા પ્રકાશનો ઉપયોગ કરે છે. આ બેટરીનો વપરાશ ઘટાડે છે. તેને ચાલુ કરવા માટે, સેટિંગ્સમાં જાઓ અને 'ડિસ્પ્લે' વિકલ્પ ખોલો, અહીં લાઇટ અને ડાર્ક થીમ્સ છે. ડાર્ક મોડ ચાલુ કરો.

સ્ક્રીનની બ્રાઇટનેસ અને સ્લીપ ટાઈમ ઘટાડો


સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી રાખવી એ બેટરી બચાવવાનો સૌથી જૂનો અને સરળ રસ્તો છે. તમારા ફોનનો સ્લીપ ટાઈમ પણ ઓછો કરો. ઘણા લોકો સ્લીપ ટાઈમમાં એક મિનિટ કે તેથી વધુ રાખે છે, જેના કારણે ફોનનો ઉપયોગ કર્યા વિના પણ લાંબા સમય સુધી ચાલુ રહે છે.

એડેપ્ટિવ બેટરી ચાલુ કરો


એન્ડ્રોઇડ ફોનમાં 'એડેપ્ટિવ બેટરી' નામનું એક ખાસ ફીચર છે જે બેટરી બચાવવામાં મદદ કરે છે. જ્યારે તમે કોઈ હળવું કામ કરો છો, જેમ કે ઇમેઇલ ચેક કરો છો, ત્યારે તે ફોનની સ્પીડ ઘટાડીને બેટરી બચાવે છે. તેને ચાલુ કરવા માટે સેટિંગ્સમાં 'બેટરી' સેક્સનમાં જાઓ અને 'એડેપ્ટિવ પ્રેફરેન્સ' શોધો અને 'એડેપ્ટિવ બેટરી' ચાલુ કરો.

બેટરી સેવર મોડનો ઉપયોગ કરો


બધા લોકો જાણે છે કે ફોનમાં બેટરી સેવર મોડ ફીચર હોય છે. તમારા ફોનની બેટરી લાંબા સમય સુધી ચાલે તે માટે આ મોડ ચાલુ રાખો. તે બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને લિમિટ કરે છે, બિનજરૂરી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ઘટાડે છે. કેટલાક ફોનમાં 'એક્સ્ટ્રીમ બેટરી સેવર' નામની આ ફીચર હોય છે.

નોંધ: આ માહિતી ખાલી તમારી જાણકારી માટે છે, કોઈપણ ટ્રિક અપનાવશો અને ફોનમાં કઈપણ નુકસાન થશે તે માટે GSTV જવાબદાર રહેશે નહીં, વધું જાણકારી માટે ટેકનિશિયનનો સંપર્ક કરો.

આ સમાચાર શેર કરો