Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Kia Cars Price Hike From April

1 એપ્રિલથી Kiaની કારના ભાવમાં થશે વધારો, જાણો કેટલી મોંઘી થશે સેલ્ટોસ, સોનેટ અને કેરેન્સ

Timeછેલ્લું અપડેટ : 24 Mar 2024
લાઇવ ટીવીGoogle News
1 એપ્રિલથી Kiaની કારના ભાવમાં થશે વધારો, જાણો કેટલી મોંઘી થશે સેલ્ટોસ, સોનેટ અને કેરેન્સ

Kia Cars Price Hike From April 2024: ભારતીય બજારમાં પોતાની સેલ્ટોસ, સોનેટ અને કેરેન્સ જેવી એસયુવી-એમપીવી ગાડી ધરાવતી કંપની Kia ઇન્ડિયાએ પોતાની પુરી પ્રોડક્ટ રેન્જના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. એવામાં હવે આવતા મહિને એટલે કે એક એપ્રિલ 2024થી કિઆની કાર ખરીદનારાઓએ વધારે પૈસા ખર્ચ કરવા પડશે. કિઆ ઇન્ડિયાએ કહ્યું કે તેની કારના ભાવમાં 3 ટકાનો વધારો કરવામાં આવશે અને તેની પાછળ કોમોડિટી પ્રાઇસ અને સપ્લાય ચેન સાથે જોડાયેલા ઇનપુટ કૉસ્ટ વધારવાનો હવાલો આપવામાં આવ્યો છે.

App Store

પ્રાઇસ હાઇકનું કારણ

કિઆ ઇન્ડિયાએ આ વર્ષે પ્રથમ વખત પોતાની કારના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કિઆ ઇન્ડિયામાં સેલ્સ અને માર્કેટિંગના નેશનલ હેડ હરદીપ સિંહ બરારે કહ્યું કે અમારી કંપની સતત ગ્રાહકોને પ્રીમિયમ અને એડવાન્સ્ડ ટેકનોલોજીથી લેસ પ્રોડક્ટ આપી રહી છે. તાજેતરના દિવસોમાં જે રીતે કોમોડિટી પ્રાઇસ વધી રહી છે અને ઇનપુટ કોસ્ટ પણ વધારે થઇ ગઇ છે, એવામાં અમે કિઆ કારની કિંમતમાં સામાન્ય વધારો કરી રહ્યાં છીએ. ગ્રાહકોના ખિસ્સા પર વધારે ભાર નહીં પડે અને આશા છે કે કિઆની કાર ખરીદતા રહેશે.

11 લાખથી વધુ ગાડીઓનું થયું વેચાણ

મહત્ત્વપૂર્ણ છે કે કિઆ ઇન્ડિયાએ 5 વર્ષથી પણ ઓછા સમયમાં ઘરેલુ બજાર અને એક્સપોર્ટ મળીને 11 લાખ કરતા વધુ કાર વેચી દીધી છે જેમાં કિઆ સેલ્ટોસનું સૌથી વધુ વેચાણ થયું છે અને આ આંકડો 6.13 લાખ યૂનિટને પાર કરી ગયો છે. તે બાદ કિઆ સોનેટની અત્યાર સુધી 3,95,000 યૂનિટ અને કેરેન્સની 1,59,000 યૂનિટ કારનું વેચાણ થયું છે.

કિઆ કારની કિંમત

કિંમતની વાત કરીએ તો કિઆ ભારતીય બજારમાં કુલ 4 કાર વેચે છે. કિઆ સેલ્ટોસની એક્સ શો રૂમ પ્રાઇસ 10.90 લાખ રૂપિયાથી શરૂ થઇને 20.30 લાખ રૂપિયા સુધી જાય છે. કિઆ સોનેટની એક્સ શો રૂમ પ્રાઇસ 7.99 લાખ રૂપિયાથી શરૂ થઇને 15.69 લાખ રૂપિયા સુધી જાય છે. કિઆ કેરેન્સની એક્સ શો રૂમ પ્રાઇસ 10.45 લાખ રૂપિયાથી શરૂ થઇને 19.45 લાખ રૂપિયા સુધી જાય છે. આ ત્રણેય ગાડીઓ પેટ્રોલ અને ડીઝલ ઓપ્શનમાં છે. કિઆની એક પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયુવી ઇવી6 પણ છે જેની કિંમત 60.95 લાખ રૂપિયાથી લઇને 65.95 લાખ રૂપિયા સુધી છે. કિઆ ઇવી6ની કિમતમાં વધારાની જાહેરાત કરવામાં આવી નથી.