મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

સાવધાન!  ફક્ત એક ક્લિક અને 4 લાખનું નુકસાન: વોટ્સએપ ફ્રોડમાં ફસાયો યુવાન

છેતરપિંડી કરનારા એવી ટ્રેક અપનાવે છે કે શિક્ષિત લોકો પણ સરળતાથી તેમાં ફસાઈ જાય છે અને એક જ ક્ષણમાં હજારો કે લાખો રૂપિયા

સાવધાન!  ફક્ત એક ક્લિક અને 4 લાખનું નુકસાન: વોટ્સએપ ફ્રોડમાં ફસાયો યુવાન

છેતરપિંડી કરનારા એવી ટ્રેક અપનાવે છે કે શિક્ષિત લોકો પણ સરળતાથી તેમાં ફસાઈ જાય છે અને એક જ ક્ષણમાં હજારો કે લાખો રૂપિયા ગુમાવી દે છે. દિલ્હીમાં રહેતા એક વ્યક્તિને ટ્રાફિક ચલણ ભરવા માટે વોટ્સએપ પર નકલી લિંક મળી. વિચાર્યા વિના તેણે અજાણી લિંક પર ક્લિક કર્યું. આ નાની બેદરકારી તેના માટે ખૂબ મોંઘી સાબિત થઈ, કારણ કે આ નાની ભૂલને કારણે તેણે 4 લાખ રૂપિયા ગુમાવ્યા. અહીં જાણો ઠગાઇ કરનારે આ માણસને કેવી રીતે ફસાવ્યો.

છેતરપિંડી કરનારે કેવી રીતે જાળ ગોઠવી?

અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે તે માણસને અજાણ્યા નંબર પરથી એક વોટ્સએપ મેસેજ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 1000 રૂપિયાનું ટ્રાફિક ચલણ બાકી છે. આ મેસેજ નેક્સ્ટજેન એમપરિવાહનનો હોવાનું જણાય છે અને તે અધિકારી લાગતો હતો, જેમાં ટ્રાન્સપોર્ટ વિભાગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સરકારી ચેતવણીઓમાં ઉપયોગમાં લેવાતા ટોન અને ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તેને અસલી લાગતુ હતું.

મેસેજમાં એક લિંક હતી જેમાં તેને તેના ચલણની વિગતો તપાસવા અને દંડ ભરવાનું કહેવામાં આવ્યું હતું. તેને સાચું માનીને તે વ્યક્તિએ લિંક પર ક્લિક કર્યું અને એપ ડાઉનલોડ કરી. જોકે, એપ ઇન્સ્ટોલ કર્યા પછી, કોઈ ચલણની વિગતો ન દેખાઇ. તે સમયે તે વ્યક્તિને કંઈ ખોટું થયું હોવાની શંકા નહોતી.

બપોર પછી થોડી વારમાં મુશ્કેલી શરૂ થઈ. લગભગ 2:59 વાગ્યે એક ઇમેઇલ ચેતવણી મળી જેમાં જણાવવામાં આવ્યું હતું કે એમેઝોન ઇ-વોલેટ પાસવર્ડ બદલાઈ ગયો છે. થોડીવારમાં એકાઉન્ટ સાથે સંકળાયેલ ઇમેઇલ ID પણ પરવાનગી વિના બદલાઈ ગયો. થોડીવાર પછી વિવિધ બેંકો તરફથી હાઈ વેલ્યૂ ક્રેડિટના ક્રેડિટ કાર્ડ ટ્રાન્જેક્શન અંગે SMS ચેતવણીઓ આવવા લાગી.

પૈસા મેળવવાનું અશક્ય બન્યું

તેના સેવ કરેલા ક્રેડિટ કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને કુલ પાંચ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા, જેમાંથી કોઈ પણ તેણે મંજૂર કર્યું ન હતું. પોલીસનું કહેવું છે કે છેતરપિંડી કરનારાઓએ કાર્ડની માહિતીનો ઉપયોગ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પરથી ઈ-ગિફ્ટ કાર્ડ ખરીદવા માટે કર્યો હતો. આ ગિફ્ટ કાર્ડ ડિજિટલી સ્કેમરના ઇમેઇલ સરનામાં પર પહોંચાડવામાં આવ્યા હતા, જેના કારણે પૈસા પાછા મેળવવાનું લગભગ અશક્ય બન્યું હતું.

જ્યારે તે માણસને ખબર પડી કે શું થયું છે, ત્યારે તેણે લગભગ ₹4.05 લાખ ગુમાવી દીધા હતા. ત્યારબાદ તેણે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલમાં ફરિયાદ નોંધાવી, અને પોલીસે ભારતીય દંડ સંહિતા હેઠળ છેતરપિંડીનો કેસ નોંધ્યો.

આ સમાચાર શેર કરો