Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Is there a name error in Aadhaar?  Update before PF and Govt benefits stop!

આધારમાં નામની ભૂલ છે?  PF અને સરકારી લાભ અટકે એ પહેલાં કરો અપડેટ!

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
આધારમાં નામની ભૂલ છે?  PF અને સરકારી લાભ અટકે એ પહેલાં કરો અપડેટ!
સોર્સ : gstv

જો તમારા આધાર કાર્ડમાં નામ ખોટું નોંધાયેલું છે, તો તેને અવગણશો નહીં. કારણ કે પેન્શન, સ્કોલરશિપ, LPG સબસિડી કે બેંક સંબંધિત લગભગ તમામ કામોમાં આધાર વેરિફિકેશન જરૂરી હોય છે. નામમાં નાની ભૂલ કે સ્પેલિંગ કરેક્શન હોય તો તમે ઘરે બેઠા નામ અપડેટ કરી શકો છો, પરંતુ જો લગ્ન પછી નામ બદલાયું હોય કે કાનૂની રીતે નામ ચેન્જ કરવાનો મામલો હોય તો તમારે આધાર સેન્ટર જઈને નામ બદલાવવું પડશે.

App Store

Aadhaar માં નામ Online સુધારવાની રીત

Step 1: સૌથી પહેલાં UIDAI ની ઓફિશિયલ સાઇટ ખોલો. અહીં My Aadhaar સેક્શનમાં જાઓ અને Update Aadhaar નો ઓપ્શન પસંદ કરો. હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે. OTP નાખીને લોગિન કરો.

Step 2: Name Update નો ઓપ્શન પસંદ કરો

લોગિન કર્યા પછી ડેમોગ્રાફિક ડિટેલમાં નામનો ઓપ્શન પસંદ કરો. હવે તમારા આધારમાં નોંધાયેલા ખોટા નામને સ્થાને સાચું નામ દાખલ કરો. આ સુવિધા ખાસ કરીને માઇનર (નાના) નામ કરેક્શન માટે છે.

Step 3: સાચા નામ વાળું Document Upload કરો

હવે એવું વેલિડ ડોક્યુમેન્ટ અપલોડ કરો જેમાં તમારું સાચું નામ સ્પષ્ટપણે લખેલું હોય. ફાઈલ સાફ અને વાંચી શકાય તેવી હોવી જોઈએ, જેથી તેમાં આપેલી માહિતી સરળતાથી ચકાસી શકાય. નામ અપડેટ કરાવવા માટે આશરે 75 રૂપિયાની ફી આપવી પડી શકે છે. ચુકવણી UPI, ડેબિટ કાર્ડ કે નેટ બેંકિંગથી કરી શકાય છે.

Step 4: Details ને ધ્યાનથી Check કરો

Submit કરતા પહેલા નામના spelling, first name, middle name અને surname સારી રીતે ચકાસી લો. એકવાર request જમા કર્યા પછી ખોટી માહિતી આપવા પર ફરીથી correction ની જરૂર પડી શકે છે.

Step 5: Request Submit કરો

તમામ માહિતી સાચી હોય તો સબમિટ કરો. સબમિટ કર્યા પછી તમને Update Request Number (URN/SRN) મળશે. તેનો સ્ક્રીનશોટ લઈને કે ક્યાંક લખીને સુરક્ષિત રાખી લો.

Aadhaar માં લગ્ન પછી નામ બદલાવા પર આ રીતે કરો Update

લગ્ન કે કાનૂની ફેરફાર જેવા કારણોસર નામ બદલાયું હોય, તો સૌથી પહેલા તમારા નજીકના Aadhaar Enrolment/Update Centre નું સરનામું શોધો. Centre પર જઈને Name Update માટે રિક્વેસ્ટ કરો. ત્યાં તમારું નામ અને બીજી જરૂરી માહિતી નોંધવામાં આવશે. ત્યારબાદ સપોર્ટિંગ ડોક્યુમેન્ટની ચકાસણી થશે અને જમા કરી લેવાશે, પછી નામ અપડેટ થઈ જશે.

નામ અપડેટ કરાવવા માટે આ ડોક્યુમેન્ટ્સ જોઈશે

નામ બદલવા માટે એવું માન્ય દસ્તાવેજ આપવું પડે છે જે તમારા સાચા નામને સાબિત કરતું હોય. જો લગ્ન પછી નામ બદલાયું હોય, તો Marriage Certificate જરૂરી છે. તો બીજી તરફ જો પૂરું નામ કે first name કાનૂની રીતે બદલવામાં આવ્યું હોય, તો કેટલાક કિસ્સાઓમાં Gazette Notification ની જરૂર પડી શકે છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News