C-295 એરક્રાફ્ટની ખાસિયત, જેને સ્પેનની કંપની TATA સાથે મળીને વડોદરામાં બનાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજે વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કૉમ્પલેક્સનું ઉદ્દઘાટન કર્યું છે. આ કૉમ્પલેક્સમાં ભારતીય મિલિટ્રી માટે C-295 વિમાન બનશે. આ દરમિયાન આપણે આ વિમાનની તાકાત અને અન્ય ક્ષમતાઓ વિશે જાણીયે...
સ્પેન અને ભારત વચ્ચે 56 વિમાન બનાવવાની સમજૂતિ થઇ છે. પહેલા 16 વિમાન સ્પેનમાં બનશે બાકીના 40ને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ (TASL) બનાવશે. દેશમાં પ્રથમ વખત એક ખાનગી કંપની મિલિટ્રી માટે વિમાન બનાવશે.
આ કૉમ્પલેક્સ દેશની પ્રથમ ખાનગી ફાઇનલ એસેમ્બલી લાઇન છે. જે મિલિટ્રી એરક્રાફ્ટ બનાવશે. ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ વિમાન ઘણુ જરૂરી છે જેથી સૈનિકો, હથિયાર, ઇંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે જેમાં C-295 ઓછા વજનને ટ્રાન્સપોર્ટેશનમાં મદદ કરશે.
73 સૈનિક અથવા 48 પેરાટ્રૂપર્સને લઇને ઉડી શકે છે
C-295 વિમાનને બે લોકો ઉડાવે છે જેમાં 73 સૈનિક અથવા 48 પેરાટ્રૂપર્સ અથવા 12 સ્ટ્રેચર ઇન્ટેસિવ કેર મેડવૈક અથવા 27 સ્ટ્રેચર મેડવૈક સાથે 4 મેડિકલ એટેન્ડન્ટ મુસાફરી કરી શકે છે. આ એક વખતમાં વધુમાં વધુ 9250 KG વજન ઉઠાવી શકે છે જેની લંબાઇ 80.3 ફૂટ, વિંગસ્પેન 84.8 ફૂટ અને ઊંચાઇ 28.5 ફૂટ છે.
482 km/hrની સ્પીડથી 4587 KM સુધી જઇ શકે છે
આ એરક્રાફ્ટમાં 7650 લીટર ફ્યૂલ આવે છે. આ વધુમાં વધુ 482 KM/hrની ઝડપથી ઉડી શકે છે જેની રેન્જ 1277થી 4587 km છે. આ તેમાં ભરેલા વજન પર નિર્ભર કરે છે પરંતુ ફેરી રેન્જ 5 હજાર કિમી છે. વધુમાં વધુ 13,533 ફૂટની ઊંચાઇ સુધી જઇ શકે છે.
લેન્ડિંગ માટે નાનો રન વે
ઉડાન ભરવા માટે 844 મીટરથી 934 મીટર લંબાઇ ધરાવતો રન વે જોઇએ.
હૈદરાબાદ બાદ વડોદરા સેન્ટર આપશે પ્લેનને ફાઇનલ ટચ
ટાટાએ ગત વર્ષે નવેમ્બરથી 40 C-295 વિમાન માટે મેટલ કટિંગનું કામ શરૂ કરી દીધુ છે. હૈદરાબાદ તેની મેન કૉન્સ્ટીટ્યૂંટ એસેમ્બલી છે. ત્યાં કેટલાક પાર્ટ્સ ભેગા કરશે. ટાટાની હૈદરાબાદ ફેસિલિટી એરક્રાફ્ટના મુખ્ય ભાગને ફેબ્રિકેટ કરશે. તે બાદ તેને વડોદરા મોકલવામાં આવશે.
વડોદરામાં તમામ C-295 વિમાનને અંતિમ રૂપ આપવામાં આવશે. જેમાં એન્જિન લાગશે, ઇલેક્ટ્રોનિક્સ સેટ કરવામાં આવશે. તે બાદ વાયુસેનાને આપવામાં આવશે. 32માં નંબરનું વિમાન સ્વદેશી હશે. આ વિમાનનો ઉપયોગ 2 ડઝન કરતા વધુ દેશ કરી રહ્યાં છે.
ભારત માટે કેમ જરૂરી છે આ વિમાન
ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ વિમાન ઘણુ જરૂરી છે જેથી સૈનિકો, હથિયાર, ઇંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય જેમાં C295 ઓછા વજનના ટ્રાન્સપોર્ટેશનમાં મદદ કરશે. C295 વિમાન ઇન્ડિયન એરફોર્સના જૂના HS748 એવરોસ વિમાનની જગ્યા લેશે. આ સિવાય યૂક્રેનથી આવેલા એંટોનોવ AN-32ને બદલવામાં આવશે.

