Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Caution before using TECH/Free Wi-Fi! This one small mistake can wipe out the bank account

VIDEO: TECH/ Free Wi-Fi વાપરતા પહેલાં સાવધાન! આ એક નાની ભૂલથી બેંક એકાઉન્ટ થઈ શકે છે સાફ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

લોકલ કેફે હોય કે પછી રેલવે સ્ટેશન, આજકાલ મોટાભાગની જગ્યાઓ પર ફ્રી વાઈ-ફાઈ (Wi-Fi)ની સુવિધા મળે છે. ફ્રી વાઈ-ફાઈ જોઈને તમે કંઈપણ વિચાર્યા વગર તમારો ફોન તેની સાથે કનેક્ટ કરી લો છો. પરંતુ આવું કરીને તમે હેકર્સ માટે રસ્તો સાફ કરી દો છો. આનાથી તમારો ડેટા ચોરી થઈ શકે છે. જો કે, તમે આવા હુમલાઓથી બચી શકો છો. આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, જેમ કે નેટવર્કનું નામ ચેક કરો અને કનેક્ટ કરતા પહેલાં ફાઈલ ટ્રાન્સફર સેટિંગને બંધ કરી દો. આવી જ કેટલીક ટ્રિક્સ દ્વારા તમે પબ્લિક વાઈ-ફાઈથી થતા સાયબર અટેકથી બચી શકો છો. ચાલો, જાણીએ તેના વિશે.

App Store

નામ ચેક કરો

જો તમે કોઈ કેફેમાં જાવ છો અને તમારી વાઈ-ફાઈ લિસ્ટમાં CafeXYZ_Free અને CafeXYZ_WiFi ને એકબીજાની આસપાસ જુઓ છો, તો તેમાંથી કદાચ એક વાઈ-ફાઈ નેટવર્ક તમારા માટે યોગ્ય નથી. કનેક્ટ કરતા પહેલાં કાઉન્ટર પર હાજર વ્યક્તિને પૂછો કે નેટવર્કનું અસલી નામ શું છે.

ફાઈલ શેરિંગ બંધ કરી દો

સામાન્ય રીતે તમારા ફોન અને લેપટોપમાં એવું સેટિંગ હોય છે, જેનાથી તમે ઘરના વાઈ-ફાઈ જેવા ભરોસાપાત્ર નેટવર્ક પર બીજા લોકો સાથે ખૂબ જ સરળતાથી ફોટો કે ફાઈલો શેર કરી શકો છો. પરંતુ, આ સેટિંગ ત્યારે એક મોટું જોખમ બની જાય છે જ્યારે તમે પબ્લિક નેટવર્ક પર હોવ છો. કનેક્ટ કરતા પહેલાં ફોન કે ડિવાઈસનું શેરિંગ સેટિંગ જુઓ અને AirDrop, નેટવર્ક ડિસ્કવરી અથવા આવી જ કોઈપણ વસ્તુ બંધ કરી દો. Windows યુઝર્સ નેટવર્ક ટાઈપને પ્રાઈવેટના બદલે પબ્લિકમાં બદલી શકે છે.

VPN જરૂર વાપરો

જો તમારી પાસે VPN ન હોય, તો એક લઈ લો. આ સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે. VPN તમારા ઇન્ટરનેટ કનેક્શનને સંપૂર્ણપણે સુરક્ષિત કરી દે છે. આનાથી જો કોઈ હેકર કે અજાણી વ્યક્તિ તમારા ડેટાને ચોરવાનો પ્રયાસ પણ કરશે, તો તેને કંઈ સમજાશે નહીં કારણ કે તે ડેટા કોડ વર્ડમાં (એનક્રિપ્ટ) બદલાઈ જાય છે. ઇન્ટરનેટ પર કેટલાક ફ્રી VPN પણ મળી રહે છે.

આ વાતનું ખાસ ધ્યાન રાખો

વાસ્તવમાં, નેટવર્કનું નામ ચેક કરવું, શેરિંગ સેટિંગ્સ લોક કરવી અને VPN નો ઉપયોગ કરવો, આ વસ્તુઓથી પબ્લિક વાઈ-ફાઈ પર થતી મોટાભાગની સમસ્યાઓથી બચી શકાય છે. આ બધા સિવાય એક વાત જે સૌથી જરૂરી છે તે એ છે કે, જો શક્ય હોય તો પબ્લિક વાઈ-ફાઈ પર બેંકિંગ વ્યવહારો કે સેન્સિટિવ (સંવેદનશીલ) લોગિન કરવાનું પૂરેપૂરું ટાળો. VPN ઘણી મદદ કરે છે, પરંતુ સૌથી વધુ જોખમવાળા કામો પબ્લિક નેટવર્ક પર ન કરવા એ જ સૌથી સુરક્ષિત રસ્તો છે.