Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Be careful before charging your phone in any public place! The government gave an alert

કોઈ પણ પબ્લિક પ્લેસમાં ફોન ચાર્જિંગમાં મૂકતાં પહેલા ચેતજો! સરકારે આપ્યું એલર્ટ- થઈ શકે છે સ્કેમ

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2024
લાઇવ ટીવીGoogle News
કોઈ પણ પબ્લિક પ્લેસમાં ફોન ચાર્જિંગમાં મૂકતાં પહેલા ચેતજો! સરકારે આપ્યું એલર્ટ- થઈ શકે છે સ્કેમ

શું તમે પણ એવા સ્માર્ટફોન યુઝર્સમાંથી એક છો જેઓ જાહેર સ્થળો પર ચાર્જિંગ પોર્ટની સુવિધા જોઈને તરત જ ફોન ચાર્જ કરવા મૂકી દે છે? જો હા, તો હવે સાવધાન થઈ જજો. સરકારે આવા જ સ્માર્ટફોન યુઝર્સ માટે એલર્ટ જાહેર કર્યું છે.

App Store

મેટ્રો, એરપોર્ટ, કાફે, બસ સ્ટેન્ડ, હોટલમાં હાજર ચાર્જિંગ પોર્ટ દ્વારા ફોન ચાર્જ કરવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. હાલમાં સાયબર ગુનેગારો જ્યુસ જેકિંગ સ્કેમને લઈને એક્ટિવ બની ગયા છે. તમે તમારો ફોન ચાર્જિંગમાં મૂકતાની સાથે જ સેકંડોની અંદર તમારો બધો ડેટા સ્કેમર પાસે ચાલ્યો જાય છે.

શું છે USB ચાર્જર સ્કેમ
USB ચાર્જર અથવા જ્યુસ જેકિંગ સ્કેમ (USB charger scam)માં, સ્કેમર્સ જાહેર સ્થળો પર રહેલા મોબાઈલ ચાર્જિંગ પોર્ટ દ્વારા સ્માર્ટફોન યુઝર્સને નિશાન બનાવે છે. પબ્લિક પ્લેસ પર રહેલા ચાર્જિંગ પોર્ટને સ્કેમર ઈન્ફેક્ટ કરી દે છે. સ્માર્ટફોન યુઝર દ્વારા પોતાનો ફોન ચાર્જ કરવા માટે આવા ચાર્જિંગ પોર્ટ પર ચાર્જ કરવા માટે લગાવતાની સાથે જ તેમના ફોનમાં

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

હાજર તમામ ડેટા ચોરાઈ જાય છે.

આ ઉપરાંત આવા પોર્ટથી ફોનને ચાર્જ કરવાથી ડિવાઈસમાં માલવેર આવી શકે છે. આ માલવેર તમારા ફોનમાં એક એપના રૂપમાં આવી શકે છે, જેની મદદથી ફોનનું સંપૂર્ણ કંટ્રોલ સ્કેમરને મળી શકે છે.