Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : A budget of crores of rupees has been allocated for Chandrayaan-4, this mission will work in 3 parts

ચંદ્રયાન-4 માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવાયું, 3 ભાગમાં કામ કરશે આ મિશન

Timeછેલ્લું અપડેટ : 03 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ચંદ્રયાન-4 માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવાયું, 3 ભાગમાં કામ કરશે આ મિશન
સોર્સ : GSTV

ભારતનું આગામી ચંદ્ર મિશન એટલે કે ચંદ્રયાન-4 માટે સરકાર દ્વારા 2104 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને એ માટે લીલી ઝંડી પણ મળી ગઈ છે. આ મિશનમાં ચંદ્રની માટી અને પથ્થરના નમૂનાઓ પૃથ્વી પર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભારતની અંતરિક્ષ યાત્રામાં એક મોટું પગલું છે અને ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા પછી આવી રહ્યું છે. આ નવું મિશન સંપૂર્ણ સેમ્પલ-રિટર્ન ઓપરેશન હશે, જે અત્યાર સુધી થોડા જ દેશોએ સફળતાપૂર્વક પાર પાડ્યું છે.

App Store

3 ભાગમાં કામ કરશે મિશન

ચંદ્રયાન-4 મિશનમાં લેન્ડિંગ, એસેન્ટ અને રિટર્ન મોડ્યુલનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક સ્ટેજ સંપૂર્ણ રીતે ક્રમમાં કામ કરશે તો જ આ મિશન સફળ થઈ શકશે. નાની ભૂલ પણ આખા ઓપરેશનને જોખમમાં મૂકી શકે છે. આ સ્પેસક્રાફ્ટ ભારતના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થવાની અપેક્ષા છે. જોકે, ચોક્કસ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક લેન્ડિંગ

ચંદ્રયાન-4નું લેન્ડિંગ સાઇટ ચંદ્રના સાઉથ પોલ (દક્ષિણ ધ્રુવ) નજીક હોઈ શકે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ વિસ્તાર ખૂબ રસપ્રદ છે અને એથી જ એને પસંદ કરવામાં આવ્યો છે. અહીં હિમરૂપે પાણી અને પ્રાચીન સામગ્રી હોઈ શકે છે, જે ચંદ્રના પ્રારંભિક ઇતિહાસ વિશેની માહિતી વૈજ્ઞાનીઓને આપશે. ઇસરોના સ્પેશિયલ પ્રોજેક્ટ્સ ડિરેક્ટર પી. વીરમુથુવેલે જણાવ્યું કે મિશનનો હેતુ “ચંદ્રને વધુ સારી રીતે સમજવો અને સ્થળ પર જ નમૂનાઓ એકત્ર કરવાનો છે.” આ માટે ઇસરો દ્વારા ભારતની પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

લેન્ડિંગ પછી શું થશે?

ચંદ્રયાન-4 મિશન ચંદ્રની સપાટી પર ખૂબ જ સરળતાથી ઉતરશે અને માટી તથા પથ્થરના નમૂનાઓ એકત્ર કરવા માટે રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરશે. આ નમૂનાઓ ખાસ કન્ટેનરમાં સંગ્રહિત કરવામાં આવશે. ત્યારબાદ એસેન્ટ વાહન તેમને ચંદ્ર પરથી ઊંચે લઈ જશે. આ વાહન ઓર્બિટમાં રિટર્ન મોડ્યુલ સાથે જોડાશે અને પછી પૃથ્વી તરફ પાછું આવશે, જ્યાં તેને પુનઃપ્રવેશ દરમિયાન ભારે ગરમીનો સામનો કરવો પડશે.

ભારતની અંતરિક્ષ પ્રતિષ્ઠામાં વધારો

ચંદ્રયાન-4 મિશન ઇસરોની લાંબા ગાળાની અંતરિક્ષ દ્રષ્ટિનો મહત્ત્વપૂર્ણ ભાગ છે, જેમાં સ્પેસ સ્ટેશનની યોજના પણ સામેલ છે. આ સેમ્પલ-રિટર્ન મિશનની સફળતા વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપી શકે છે અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સહકારને આકર્ષી શકે છે. આ મિશન ભારતને સ્પેસમાં પારવફુલ બનાવશે. સાથે ચંદ્ર અભ્યાસમાં ભારતને લીડર તરીકે આગવું સ્થાન અપનાવવા માટે સક્ષમ બનાવશે.