Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : A blast for Jio customers! This cheap recharge plan of Jio is the best

VIDEO: Jio ગ્રાહકો માટે ધમાકો! Jioનો આ સસ્તો રિચાર્જ પ્લાન છે બેસ્ટ

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જીઓ સિમ વાપરતા ગ્રાહકો માટે આ માહિતી કામની સાબિત થઈ શકે છે. જો તમે જીઓ સિમને માત્ર સેકન્ડરી સિમ તરીકે વાપરો છો અથવા તમને મોબાઈલ ડેટાની ખાસ જરૂર નથી પડતી, તો આ પ્લાન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમારો હેતુ માત્ર કૉલિંગ માટે જીઓનું રિચાર્જ કરવાનો છે, તો Jioનો ₹448 વાળો પ્રીપેડ પ્લાન એક સારો વિકલ્પ બની શકે છે. તેની કિંમત ખૂબ વધારે નથી અને તેમાં લાંબી વેલિડિટી સાથે અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવે છે.

App Store

જીઓના આ રિચાર્જ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે એકવાર રિચાર્જ કરાવ્યા પછી તમારો નંબર લગભગ ત્રણ મહિના સુધી એક્ટિવ રહેશે. જો તમે વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી બચવા માંગો છો અને સિમનો ઉપયોગ મુખ્યત્વે કૉલિંગ માટે જ કરો છો, તો આ પ્લાન તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કૉલિંગની સુવિધા મળે છે. તેમાં રોમિંગનો ફાયદો પણ સામેલ છે. જો તમારો મોબાઈલ ઉપયોગ મુખ્યત્વે ફોન કૉલ કરવા માટે જ થતો હોય અને તમને વધુ ઈન્ટરનેટ ડેટાની જરૂર ન પડતી હોય, તો આ પ્લાન તમારા માટે ઉત્તમ વિકલ્પ છે.

આ જીઓ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ સાથે કુલ 100 SMS પણ આપવામાં આવે છે. એટલે કે જરૂરી મેસેજ મોકલવા માટે તમારે અલગથી SMS પેક લેવાની જરૂર નહીં પડે. જોકે, આ પ્લાનમાં ઈન્ટરનેટ ડેટાની સુવિધા મળતી નથી, તેથી વધુ ડેટા વાપરતા યુઝર્સ માટે આ પ્લાન યોગ્ય વિકલ્પ નથી.

ડેટા નહીં, માત્ર કૉલિંગ પર ફોકસ: આ પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં મોબાઈલ ડેટા આપવામાં આવતો નથી. આ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જેને ઈન્ટરનેટની ખાસ જરૂર નથી હોતી અને તેનો મોબાઈલ ઉપયોગ મુખ્યત્વે કૉલિંગ પૂરતો જ સીમિત હોય છે. જો તમારી પાસે જીઓનું સેકન્ડરી સિમ છે અને તમે તેને માત્ર કૉલિંગ માટે એક્ટિવ રાખવા માંગો છો, તો આ પ્લાન તમારા કામનો છે.

JioTV અને JioAICloudનું એક્સેસ: આ પ્લાનમાં કૉલિંગ અને SMSની સાથે બે એપ્સનું કોમ્પ્લિમેન્ટ્રી એક્સેસ પણ મળે છે. યુઝર્સને JioTV અને JioAICloud નું એક્સેસ આપવામાં આવે છે. એટલે કે કોઈ વધારાના ચાર્જ વગર આ બંને સેવાઓનો ઉપયોગ કરી શકાય છે.

₹448નો પ્લાન ક્યાં મળશે? જીઓનો ₹448 વાળો રિચાર્જ પ્લાન પ્રીપેડ કેટેગરીના વેલ્યુ સેગમેન્ટમાં ઉપલબ્ધ છે. આ પ્લાન Jioના ઓફિશિયલ પોર્ટલ પર લિસ્ટેડ છે. આ સિવાય યુઝર્સ MyJio એપ દ્વારા પણ આ પ્લાનથી રિચાર્જ કરી શકે છે.