News

ઘરમાં પૈસો નથી ટકતો? આ વાસ્તુ ટિપ્સથી હંમેશા રહેશે લક્ષ્મીનો વાસ

જો ઘરમાં પૈસો ટકતો ન હોય તો ઘરના પ્રવેશદ્વારા પાસે બેસેલા ગણપતિની મૂર્તિઓ એવી રીતે ગોઠવવી કે જેમાં બંન્નીને પીઠ એકબીજાની પીઠને અડે. આવુ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે. – આવક વધારવી હોય તો લાલ રિબનમાં તાબાનો સિક્કો મુકીને તેને…

કોના માટે દિવસ છે સાનૂકૂળ અને કોના માટે છે પ્રતિકૂળ, જાણો આજનું ભવિષ્યકથન

મેષ- આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે. વૃષભ : વ્યાપારિક ભાગીદારી, કૌટુંબિક વિવાદ વગેરે માટે ભાગ્યવર્ધક યાત્રાનો યોગ. કલાથી લાભનો યોગ. નાણાંકીય ક્ષેત્રે સમસ્યાઓ સંભવિત. મિથુન : ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા…

ફોનપે દ્વારા દૂધ-દહીની ચૂકવણી કરો, 50 રૂપિયાનું કેશબેક મેળવો

ડિજિટલ ચૂકવણી પ્લેટફોર્મ ફોનપેએ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વ્યાપાર કરનારી કંપની મધર ડેરીની સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી બાદ મધર ડેરીના બૂથ સંચાલક યૂપીઆઈ દ્વારા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી પણ ચૂકવણી કરવામાં સક્ષમ થઈ શકે છે. ફોનપેએ રવિવારે…

લંડનમાં રહેતા કૌટુંબીક માસીને બદનામ કરવા આ શખ્સે કર્યો પ્રયાસ, જાણો ઘટના

કેટલીક વાર નાની-નાની બાબતોના કારણે થયેલું દુખ વ્યક્તિને અપરાધ કરવા માટે પ્રેરી દેતું હોય છે. આવું જ કંઇક બન્યુ છે આજના કિસ્સામાં જેમાં અમદાવાદ સાયબર ક્રાઈમે ફેસબુક આઇડીમાં જુદાજુદા પ્રોફાઇલ બનાવી બિભત્સ મેસેજ કરતા આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો છે. અમદાવાદ…

અમદાવાદમાં એક તરફી પ્રેમીએ યુવતીને આ રીતે બદનામ કરવાનું કર્યું કારસ્તાન

અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્ટાગ્રામ પર બનાવટી પ્રોફાઇલ બનાવીને બદનામ કરવાના હેતુથી મેસેજ કરનારા આરોપીની ધરપકડ કરી લીધી છે. સાયબર ક્રાઇમે બાપુનગરથી આરોપી હર્ષ જુલાસણાની ધરપકડ કરી છે. આરોપીને ફરિયાદી યુવતી સાથે એક તરફી પ્રેમ હતો. જો કે ફરિયાદીને બદનામ કરવાના…

ખાંભાના ખડાધારમાં આ શખ્સે સિંહણને કુહાડીના 4 ઘા માર્યા, સિંહણને હવે….

ખાંભાના ખડાધારમા બકરાનું મારણ કરતા ઉશ્કેરાયેલા મનુ નામના શખ્સે સિંહણને કુહાડીના 4 ઘા માર્યા. ત્યારે વનવિભાગ દ્વારા સિંહણ પર હુમલો કરનાર શકંમદની પૂછપરછ હાથ ધરી છે. તો આ હુમલામાં ઘાયલ સિંહણને સારવાર માટે આંબરડી સફારી પાર્ક ખાતે ખસેડવામાં આવી છે….

ભાવનગરમાં ખેડૂતોની માગને લઈ આ ડેમમાં 43 ક્યુસેક પાણી છોડાયું

ભાવનગરમાં ખેડૂતોની માંગને લઈને લાખણકા ડેમમાંથી 43 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોએ મશિનો મુકી ખેતરોમાં પિયતની શરૂઆત કરી છે. ડેમની સપાટી કુલ ૧૯ ફૂટ હોય જેમાંથી હાલ 3 ફૂટ પાણી છોડવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાણી…

કેશોદમાં જો સમયસર પોલીસ ન આવી હોત તો આ યુવકનો જાન ખતરામાં હતો

કેશોદ બોમ્બે પ્રોવિઝનની બાજુમાં એક અજાણ્યા યુવકને લોકોએ ચોર સમજીને ઢોર માર માર્યો. પોલીસે તાત્કાલીક ભીડની ચુંગાલમાંથી આ યુવકને છોડાવ્યો હતો. અને સિવિલ હોસ્પિટલ લઇને પહોંચેલી હતી. ત્યારે યુવકની તપાસ કરતા તેના શરીર પર જૂના બ્લેડના કાપા મારેલા દેખાયા હતા….

સુરત APMCમાં ખેડૂતની અરજીથી કૌભાંડનો થયો ખુલાશો, જાણો કેટલા થયા ગોટાળા

સુરતમાં APMCમાં અલગ અલગ વિભાગમાં કરવામાં આવેલા કૌભાંડ મામલે APMCના ચેરમેન રમણભાઈનું સુરત ACBએ નિવેદન નોંધ્યુ છે. APMCમાં થયેલા ગોટાળા અંગે દીપક પટેલ નામના ખેડૂતે કોર્ટમાં અરજી કરી હતી. સુરત એસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કરતા એપીએમસીના ચેરમેનનું નિવેદન નોંધતા એપીએમસીમાં…

હવે શિમલાને ‘શ્યામલા’ કરવાની પ્રબળ માંગ, ભાજપ સમર્થનમાં, જાણો કોંગ્રેસે શું કહ્યું

દેશમાં શહેરોનું નામ બદલવાની કવાયત હેઠળ હવે નવુ નિશાન પહાડોની રાણી શિમલા છે. હિમાચલ પ્રદેશમાં શિમલાનું નામ બદલીને ‘શ્યામલા’ કરવાને લઈને પદ્ધતિસર અભિયાનનો શુભારંભ થયો છે. તો બીજીતરફ સત્તારૂઢ ભાજપે આ વાતનું સમર્થન કર્યુ છે, તો કોંગ્રેસે આ મુદ્દે સવાલ…

ગઢડા ગોપીનાથજી મંદિરમાં ઘનશ્યામ સ્વામી-મૌલિક ભગત વિરુદ્ધ મારામારીની ઘટના

ગઢડા ગોપીનાથજી મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામી તેમજ મૌલિક ભગત વિરુદ્ધ મારામારીના ગુનામાં 307ની કલમ હેઠળ કલમ નોંધાઈ છે. ગોપીનાથજી મંદિર બહાર આવેલ દુકાનોના ચાલતા વિવાદને લઈ ગઈકાલે મોડી રાત્રે મામલો બિચકાતા મારામારી થઇ હતી. જેમાં વિષ્ણુ હુંબલને માથાના ભાગે ઇજા…

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં 10 કરોડના ખર્ચે નવા ઓપરેશન થિયટરનું ઉદ્ધાટન

મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કરાયું. રૂપિયા 10 કરોડના ખર્ચે અદ્યતન ચાર ઓપરેશન થિયેટર સાથે માનસિક રોગની હોસ્પિટલ અને ડાયાલીસીસ સેન્ટર ખુલ્લા મુકાયા છે. આ ઉપરાંત 15 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અંડર પાસનું પણ…

હવે બસ થોડા કદમ દૂર અને તૂટી જશે તેડુલકરનો રેકોર્ડ ?

વિરાટ કોહલી ભારતની હાલની પાવરફુલ રનમશીન છે. જેણે આ વર્ષે એક જ કેલેન્ડરમાં 2000 રન પૂરા કરવાનો કિર્તીમાન પોતાના ખિસ્સામાં સેરવી લીધો. જે આ પહેલા કોઇ પણ ક્રિકેટર નથી કરી શક્યો. એક નવો મેચ આવતો જાય છે તેમ તેમ વિરાટ…

રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી એક જ દિવસમાં થયા….. દર્દીના મોત

રાજ્યમાં સ્વાઈન ફ્લૂ દિવસેને દિવસે વકરી રહ્યો છે.  સ્વાઈન ફ્લૂથી 3 દર્દીના મોત થયાં છે. રાજકોટની 44 વર્ષની મહિલા દર્દીનું મોત થયું છે. જામનગરની મહિલા રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. આ સાથે રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી અત્યાર સુધીમાં 27 દર્દીઓનાં…

30 ઓક્ટોબરે નહીં હવે આ તારીખે લોન્ચ થશે OnePlus 6T, જાણો કેમ

ચીની સ્માર્ટફોન કંપની OnePlusએ પોતાની ફ્લેગશિપ ફોન વનપ્લસ 6Tને લોન્ચિંગની તારીખમાં ફેરફાર કર્યો છે. જ્યાં કંપનીએ પહેલા તેને 30 ઓક્ટોબરે New Yorkની એક ઈવેન્ટમાં રજૂ કરવાની જાહેરાત કરી હતી. તો હવે તેની તારીખમાં ફેરફાર કરી એક દિવસ પહેલા કરી દીધો…

અમદાવાદમાં યોજાયું રોબર્ટ સ્ટિફન્સનું ‘અમદાવાદ વોલ્સ’ ફોટોગ્રાફી એક્ઝિબીશન

અમદાવાદના કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમમાં આર્કિટેક્ટ અને એરિયલ ફોટોગ્રાફર રોબર્ટ સ્ટિફન્સનું ‘અમદાવાદ વોલ્સ’ પર ફોટોગ્રાફી એક્ઝિબીશન શરૂ થયું છે. આ એક્ઝિબીશનની વિશેષતા છે કે તેમાં સ્કોટિશ અર્બન પ્લાનર પેટ્રિક ગોડ્ડસે 1915માં એક પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદની દિવાલો (વોલ્સ) ઉભી રહેવી જોઈએ કે…

શા માટે અહીનાં લોકો રાવણનું નહીં પણ સૂર્પણખાના પૂતળાનું દહન કરે છે?

આમ તો દશેરા પર રાવણનું પુતળુ દહન કરવાની પરંપરા છે, પરંતુ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં કેટલાક પત્ની પિડીત પતિઓએ સૂર્પણખાનું પુતળુ બાળીને દશેરા ઉજવે છે, આ ઉજવણી કંઈક અલગ અંદાજમાં જ મનવવામાં આવે છે. પત્નીઓથી પરેશાન પતિની સંસ્થા ‘પત્ની પીડિત પુરુષ સંગઠન’…

ગુવાહાટી વનડે : કોહલી અને રોહિત શર્માની સેન્ચુરી સાથે ભારતે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવ્યું

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે વેસ્ટઇન્ડિઝને 8 વિકેટ હરાવ્યું છે. બીજી બેટીંગ માટે મેદાનમાં ઉતરેલા ભારતે 322 રનના વેસ્ટ ઇન્ડિઝના લક્ષ્યાંકને આરામથી વટાવી લીધું હતું. મેદાનમાં રોહિત શર્મા અને કપ્તાન વિરાટ કોહલીની સેન્ચુરી ઇનિંગે સામે…

કલામને મુસ્લિમોનાં રોલ મોડલ બનાવવા માટે RSSનું અભિયાન, જુઓ કોણે બતાવી નારાજગી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગી સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ખાસ કરીને દેશના મુસ્લિમ વિદ્યાર્થીઓએ પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને એક ‘રોલ મોડેલ’ તરીકે અપનાવવા માટે પ્રેરણા આપવાના હેતુથી મુહિમ ચલાવી છે. ભારતના મુસ્લિમ વ્યક્તિગત લો બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ આ અભિયાનને…

કેશોદના અક્ષયગઢમાં શરદપૂનમ નિમિત્તે યોજાનાર મેળામાં આ વર્ષે છે ખાસ તૈયારી

જૂનાગઠ જિલ્લાના કેશોદમાં આવેલા અક્ષયગઢમાં શરદપૂનમ નિમિત્તે મેળો યોજાશે. ત્રણ દિવસ યોજાનારા આ મેળામાં અંદાજે પાંચ લાખ લોકો ભાગ લેશે. ત્યારે તેને લગતી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અક્ષયગઢનો આ મેળો ગુજરાતનો ચોથા નંબરનો મોટો મેળો કહેવાય છે. કેશોદના…

વધુ એક બેંક ડિફોલ્ટરને વિદેશ જવા માટે ખુદ CBI દ્વારા અપાઈ મંજૂરી

કરોડો રૂપિયાનો ચૂનો લગાડનારા માલેતુજારોની ફેવર કરવાની વધુ એક ઘટના સામે આવી છે. અહેવાલ આવ્યો છે કે IDBI બેંકના 600 કરોડની લોનના ડિફોલ્ટર આરોપી અને એરસેલના પૂર્વ પ્રમોટર સી શિવસંકરણની સામેના લૂક આઉટ સર્ક્યુલરમાં CBI દ્વારા ફેરફારો કરી દેવામાં આવ્યા….

બ્રાન્ડ એમ્બેસેડર દારૂ : અહીં ચૂંટણી પ્રચારમાં થઇ રહ્યો છે દારૂનો ઉપયોગ

ચૂંટણી પ્રચારના અલગ અલગ તોર તરીકા તમે જોયા હશે. કોઇ ઘરે ઘરે વોટ માગવા આવે, કોઇ બેનર લગાવે કોઇ સભાઓમાં સિંહ ગર્જના કરે, અને કોઇ દારૂની પાર્ટીઓ કરી વોટ ઉઘરાવે, પણ મધ્યપ્રદેશની ચૂંટણીમાં હવે દારૂ જ ચૂંટણી પ્રચારનું માધ્યમ બની…

રેકોર્ડના ‘શિખરે’ વિરાટ કોહલી, કરી સચિન તેંડુલકરની બરાબરી

ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ રવિવારે વેસ્ટ ઈન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં રેકોર્ડનો ખડકલો કરી દીધો છે. ભારતીય દાવના 10મી ઓવરના પ્રથમ બોલે વિરાટ કોહલીએ ચોગ્ગો લગાવી પોતાનો વ્યક્તિગત સ્કોર 42 રને પહોંચાડ્યો, તેવી રીતે તેમણે પોતાના કેટલાંક રેકોર્ડ પોતાના નામે…

સલામત સવારી STનો વીડિયો જોઈને તમને ખબર પડી જશે કે કેટલી સલામત છે સવારી

ગુજરાત એસટી સેવા સલામત સવારીના દાવાઓ કરતી હોય પરંતુ સોશિયલ મીડિયામાં એસટી બસની એવી એક તસવીર વાયરલ થઈ છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે એક એસટી એવી છે જેની સવારી જોખમી છે. બસમાં છેલ્લી સીટ નીચે હોવુ જોઈએ તે ફૂટ…

પાકિસ્તાનની અવડચંડાઇ ત્રણ ભારતીય બોટનું કર્યું અપહરણ

ફરી એક વખત પાકિસ્તાની મરીન્સની અવળચંડાઈ સામે આવી છે. અરબી સમુદ્રમાં પાકિસ્તાની મરીન્સ દ્વારા ત્રણ ભારતીય બોટ અને 18 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યુ છે. ભારતીય માછીમારોની બોટ અરબ સાગરમાં ફિશિંગ કરી રહી હતી..ત્યારે આઈબીએનએલ નજીકથી પાકિસ્તાની મરીન્સે ત્રણ બોટ સાથે…

સૌથી કઠિન માનવામાં આવતી GPSCની પરીક્ષાના પેપરમાં હતી આવી ભૂલ

GPSCની વર્ગ 1 અને 2ની આજે લેવાયેલી પરીક્ષાના પેપરના પ્રિન્ટીગમાં ભૂલ સામે આવી છે. પરીક્ષાર્થીઓ માટેના પ્રશ્નપત્રમાં 1થી 200 પ્રશ્નનો ઉલ્લેખ છે. પરંતુ પરીક્ષાર્થીઓ માટેની સૂચનામાં 1થી 300 પ્રશ્નોનો ઉલ્લેખ કરાયો છે. 300 પ્રશ્નોના 1-1 ગુણનો ઉમેદવારો માટેની સૂચનામાં ઉલ્લેખ…

તમારી મંજૂરી વગર હવે નેતાઓ પોતાનો આ રીતે પ્રચાર નહીં કરી શકે, જાણો નવો નિયમ

રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણા રાજ્યમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. જો કોઈ રાજકીય પક્ષના ઉમેદવાર વિના પરવાનગી કોઈ પણ ઘર પર ધ્વજ, બૅનર અથવા પોસ્ટર લગાવશે કે પછી મોબાઇલ પર એસએમએસ મોકલશે અને મત આપવાની અપીલ…

MLA લખેલી કારના ચાલકે આ ડોક્ટર સાથે કર્યું ગેરવર્તન, જાણો કોની છે MLA કાર

અમદાવાદમાં MLA લખેલા બોર્ડ કારમાં લગાવી લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરની કોલંબિયા એશિયા હોસ્પિટલ નજીક પાર્કિગ મામલે મહિલા ડોક્ટરને એક કાર ચાલકે બેફામ ગાળો ભાંડી હતી. મહિલા ડોક્ટર શેલ્બી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. MLAએ લખેલા બોર્ડ લગાવીને રોફ…

ગુજરાતમાં પાટીદાર સમાજ બાદ હવે આ સમાજ માગી રહ્યું છે અનામત

ગુજરાતમાં પાટીદાર સમાજે માગેલી અનામતની આગ હજુ ઠરી નથી ત્યાં વધુ એક સમાજે અનામતની માગ કરી છે. પાટીદાર અનામતના કારણે ગુજરાત દેશના નકશા પર આવી ગયું હતું અને હાર્દિક પટેલ જેવા યુવા નેતાનો ઉદય થયો હતો ત્યારે પાટીદાર અનામત આંદોલન…

મોહમ્મદ શમીએ તોડ્યો ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર બ્રેટ લીનો રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ગુવાહાટીમાં ચાલી રહેલી પ્રથમ વન-ડે દરમ્યાન ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી પ્રારંભિક ઓવરમાં કશુ ઉકાળી શક્યા ન હતાં. પરંતુ જેવીરીતે તેમણે પોતાની સ્પીડ પકડી ત્યારબાદ તેમણે ચંદ્રપાલ હેમરાજ અન શાઈહોપની વિકેટ લીધી હતી. ક્રિકેટ ઈતિહાસમાં…