સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

ગાંધીનગર

 • પાટનગર ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. જુના અને નવા સચિવાલય, સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાંધીનગરમાં વરસાદને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે.

અમરેલી

 • અમરેલીના રાજુલા-જાફરાબાદમાં ભારે વરસાદ વરસ્યો છે. અને નદીમાં ઘોડાપુર આવ્યા છે. ધાતરવાડી ડેમમાં નવા નીરની આવક થઈ છે. જાફરાબાદ તાલુકાના લુવાર ગામની નદીમાં ઘોડાપુર આવ્યુ છે. જેથી ધાતરવડી ડેમામાં નવા નીર આવ્યા છે.

વાપી

 • વાપીના વિરાર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર શોટસર્કિટ થતા ભાગદોડ મચી ગઈ હતી. પ્લેટફોર્મ નંબર 4 પર શોટસર્કિટનો બનાવ બન્યો છે. રેલવે સ્ટેશને દાહણું લોકલ આવીને ઉભી હતી. તે સમયે શોટ સર્કિટ થતા સ્ટેશન પર ઉતરેલા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા.

નર્મદા

 • ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય વધારો થયો છે. હાલમાં ડેમની સપાટી 108.69 મીટર છે. ડેમમાં 5983 ક્યુસેક નવા નીરની આવક થઈ છે. ડેમમાં જળ સપાટી વધવાના કારણે મુખ્ય કેનાલમાં 1242 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
 • વાપીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે તારીખ ૪, ૫ અને ૬ જુલાઇ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બજારોમાં અનેક વેપારીઓ પોતાના માલને વરસાદના પાણીથી બચાવવા મથામણ કરતા જોવા મળ્યા હતાં. બપોરના ત્રણેક વાગ્યા બાદ શરૂ થયેલી વરસાદની હેલીએ ચારે તરફ ઠંડકનું મોજુ પ્રસરાવી દીધું છે.

પાટણ

 • પાટણના શિહોરી રોડ પર બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં પાંચ લોકોને ઈજા થઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધરપુર હોસ્પિટલ ખસેડવામાં  આવ્યા હતા.

ગીરસોમનાથ

 • ગીરસોમનાથના સુત્રાપાડાના ધામલેજ ગામે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે. કોડીનાર સુત્રાપાડા રૂટની એસ.ટી. બસ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. ધામલેજ રોડ પર વિધાર્થીઓએ દીવ-પોરબંદર બસ અટકાવી હોબાળો કર્યો.

અમદાવાદ

 • વિરમગામમાં તાલુકા સેવા સદન બહાર પેટ્રોલ છાંટીને આત્મવિલોપન પ્રયાસ કરનારની અટકાયત થઈ છે.ગત વિધાનસભા ચૂંટણી સમયે વિનોદ ચંદ્ર રાવલ અપક્ષ ઉમેદવાર હતા.તેમના ફોટો પર ભાજપનો ખેસ પહેરાવેલા તસવીરો સોશિયલ મિડીયા પર વાયરલ કરવામા આવી હતી.તે અંગે તેઓ કાર્યવાહી કરવા માટે રજૂઆત પણ કરી ચુક્યા હતા.જોકે તેમ છતાં ફોટો વાયરલ કરનાર સામે કાર્યવાહી ન થતા તેઓએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી.અને આજે સેવા સદન બહાર તેઓએ આત્મ વિલોપનનો પ્રયાસ કરતા તેમની અટકાયત કરાઈ હતી.
 • અમદાવાદની એમજે પુસ્તાકલય દ્વારા ફી વધારો કરવામાં આવ્યો હતો. મેયરને વિપક્ષીનેતાની આગેવાનીમાં આવેદનપત્ર આપવા આવેલા વિદ્યાર્થીઓએ રજુઆત કરતા જણાવ્યું હતું કે. એમ જે પુસ્તકાલય સરકારી છે. અને તેમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વાંચન કરવા આવે છે. ત્યારે મોટા પાયે ફી વધારો કરવો યોગ્ય નથી.1 જુલાઇથી પુસ્તકાલય દ્વારા ફી 300 રુપિયાથી વધારી 1000 કરી દેવામા આવી છે.

બનાસકાંઠા

 • બનાસકાંઠાના ડીસા રેલવે ટ્રેક પર મહિલાએ આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો.મુસાફર ટ્રેન નીચે કપાઈ મરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ટ્રેનની અડફેટે આવતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી.રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.મહિલાને માથાના ભાગે ઇજા થતા સારવાર કરવામાં આવી હતી.
 • સરકારે ખેડૂતો માટે ટેકાના ભાવમાં વધારો જાહેર કર્યો છે. ખેત પેદાશોના ખેડૂતો માટે સરકારે ટેકાના ભાવમાં ક્વિન્ટલે બસો રૂપિયાના વધારાની જાહેરાત કરી છે. જો કે ખેડૂતોએ ખેતપેદાશની રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં આવે તેવી માંગ કરી છે. જેથી વચેટીયા તેમના રૂપિયાને ન લઇ શકે. ત્યારે ટેકાના ભાવમાં વધારો થતા ખેતી કરતા ખેડૂતોના ઉત્સાહની સાથે ખેત પેદાશોમાં પણ વધારાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

ભાવનગર

 • પાલીતાણા શહેરમાં આજે ત્રીજા દિવસે પણ જમાવટ કરતાં લોકોમાં આનંદ સાથે સાથે થોડું ચિંતાનું મોજુ પણ ફરી વળ્યું છે. પાલીતાણા સહિતના આજુબાજુના વિસ્તારો પણ વરસાદની મહેરને કારણે નદી-નાળા છલકાઇ ગયાં છે. કેટલાક લોકોતો કેટલાક સ્થાનો પર ઉજવણી કરવા પણ પહોંચી ગયા છે. સમયસર વરસાદના આગમનને કારણે નદી-નાળામાં આવેલ નવા નીરથી ઘરતીપુત્રોમાં પણ આનંદ અને ઉત્સાહમાં વધારો થયેલો જણાય છે.

ભરૂચ

 • ભરૂચમાં 300 જેટલી ભયજનક મિલકતોના માલિકોને નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.અને આ મિલકતો ઉતારી લેવા અથવા મરામત કરવા તાકીદ કરવામાં આવી છે.ચોમાસા દરમ્યાન મકાનો ન પડે તે માટે ચોમાસા પૂર્વે ભરૂચ નગર પાલિકા દ્વારા મિલકતોનો સર્વે હાથ ધરાયો હતો.જેમાં આશરે ૩૦૦ જેટલી મિલકતો ભયજનક જણાઈ આવી હતી.જોકે, મિલકત ધારકોએ નોટિસ પ્રમાણે કાયવાહી નહી કરી હોય તો તેમની સામે  કાર્યવાહી કરવામા આવશે.

કડી

 • કડીમાં એક કલાકમા દોઢ ઈંચ વરસાદ પડયો હતો. કડીના રંગપુરડા ગામના ખેતરમા વીજળી પડતા એક ભેસ અને પાડીનુ મોત થયું હતુ.  માલિકને એક લાખ ઉપરાંતનું નુકશાન થયું હતું.

સુરત

 • કેન્દ્રની સરકાર દ્વારા તુવેર સહિત ડાંગરના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ પર બસો રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણય બાદ સુરત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી.

ભાવનગર

 • ભાવનગરના ગઢડાના મોટી કુંડળ ગામે ફાયરિંગની ઘટના બની છે. નાળાના કામ સમયે કોન્ટ્રાકટર હરદેવસિંહ પર ફાયરિંગની ઘટના બની છે. જેમાં કોન્ટ્રાકટરના પગના ભાવે ઇજા પહોંચી છે. જેઓને સારવાર માટે ભાવનગર ખસેડાયા છે. પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હરદેવસિંહને અસામાજીક તત્વોએ ખંડણી માંગવાના મુદ્દે ગોળી મારી છે. જેમાં કોન્ટ્રાકટરના પગલના ભાગે ગોળી વાગતા કુલ 10 જેટલા છરા વાગ્યા છે.

અરવલ્લી

 • કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ વધારાને ખેડૂતો અને ખેડૂત નેતાઓએ આવકાર્યો છે. આ ભાવ વધારો ખેડૂતોને પાકના વેચાણ વખતે જ મળી રહે અને ટેકાના ભાવની ખરીદી સમયસર થાય તેમ જણાવ્યું હતું. ખેડૂતોને કરવામાં આવેલો ભાવ વધારો ચૂંટણી લક્ષી જાહેરાત ન બની રહે ખેડૂતોને ફાયદો થાય તેવું આયોજન કરાય તેવી માંગ મોડાસા તાલુકા સંઘ દ્વારા કરાય છે.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter